રાજકોટ : બાબરિયા કોલોનીમાં ચાની હોટલે યુવકનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં હુડકો ચોકડી પાસે રહેતો યુવક બાબરિયા કોલોનીમાં ચાની હોટેલ હતો.ત્યારે તેનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. વિગત મુજબ હુડકો પોલીસ ચોંકી પાસે અરવિંદ મણિયાર સોસાયટીમાં રહેતો મુળ બિહારનો વતની યુવાન ગઇકાલ સવારના સમયે બાબરીયા કોલોની શેરી નં.૧ પાસે ચાની હોટલે હતો ત્યારે અચાકન બેભાન થઇ ઢાળી પડતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં ફરજ પરના તીબબે જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક યુવાન બિહારનો વતની છે. તે એક ભાઇ બે બહેનાનના પરિવારમાં વચેટ હતો.તેને સંતાનમાં બે દિકાર અને એક દિકરી છે.યુવાન કારખાનામાં કામ કરતો હોય આજે બુધવાર હોવાથી રજા હોય ચાલીને હોટલે ચા પીવા ગયો હતો.દરમિયાન હોટલે જ ઢળી પડયો હતો.યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તારણ તબીબોએ આપ્યું છે.