રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની થઇ મોદક તુલા
- અમરેલીના ઇશ્વરિયા ગામે સદસ્યતા અભિયાનના પ્રારંભે યોજાયો કાર્યક્રમ : આખુ ગામ ભાજપનુ સભ્ય બન્યું
રાજકીય મહાનુભાવોની રક્તતુલા, રજત તુલા થતી આવી છે પણ આજે અમરેલીના ઇશ્વરિયા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા ની ગણેશ ચતુર્થીના પાવન અવસરે મોદક તુલા કરવામાં આવી હતી
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ની વિશેષ ઉપસ્થિતી વચ્ચે સાંસદ પરષોત્તમ રૂપાલાની મોદક તુલા કરીને ગણપતિ બાપાને વ્હાલા મોદક ગાયમાતા ને અર્પણ કરવામાં આવ્યા હતા બાદ ભાજપની સદસ્યતા અભિયાન અંતર્ગત અમરેલી સાંસદ ભરત સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાની ઉપસ્થિતી વચ્ચે આખું ઇશ્વરિયા ગામ ભાજપનું સદસ્ય બન્યું હતું ને આખું ગામ ભાજપનું સભ્ય બન્યું હોય તેવો નવો જ વિક્રમ સ્થાપિત ઇશ્વરિયા ગ્રામવાસીઓ કર્યોં હતો જે અંગે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ ખુશી વ્યક્ત કરી હતી
ઈશ્વરીયા ગામે મોટા બા ની વાડી ખાતે ભાજપ સદસ્યતા અભિયાન અંગે રૂપાલાએ પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઇશ્વરિયા ગામે આવીને સદસ્યતા અભિયાન ચલાવ્યું તે જૂના પ્રસંગોની યાદ રૂપાલાએ તાજી કરી હતી.