રામપીર ચોકડી પાસે સાસુને મરવા મજબૂર કરનાર પુત્રવધુ સામે ગુનો નોંધાયો
શહેરમાં રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતા વૃદ્ધાએ 17મીએ પુત્રવધુના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે પુત્રવધુ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શાસ્ત્રીનગર શેરી નંબર 9/20 ના ખૂણે રહેતા વિપુલભાઈ તળશીભાઇ નકુમ (ઉ.વ 35) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના નાનાભાઈ ધવલની પત્ની ધર્મિષ્ઠા નકુમનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના માતા કાંતાબેન આઠ માસથી નાનાભાઈના ઘરે રહેતા હતા. જેમણે ગત તારીખ 17/8 ના ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આપઘાત કરતાં પૂર્વે તેમણે મોટા દીકરાને ફોન કરી જણાવ્યું હતું કે, ધર્મિષ્ઠા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.તેમજ ઘરમાં પૂરી રાખીને મારકૂટ કરે છે.અને જમવાનું પણ આપતી નથી.જેથી તેઓએ કંટાળીને આપઘાત કર્યો હતો.આ મામલે તપાસ કર્યા બાદ યુનિવર્સિટી પોલીસે ધર્મિષ્ઠા સામે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તેણીની અટકાયત કરી છે.