રાજકોટમાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વરસાદમાં વીજ શોકથી મહિલા સહીત બેનો જીવ ગયો છે.જેમાં ગોંડલ રોડ નજીક આવેલ વિજય પ્લોટમાં રહેતા ભાવનાબેન નરેન્દ્રભાઈ ડાભી (ઉ.વ.42) નામની મહિલા તેના ઘરે હતા ત્યારે વીજશોક લાગતાં તેને સારવાર માટે ખસેડતા તેમનું મોત નીપજ્યું હતું. તપાસમાં ભાવનાબેન સવારે ચાલુ વરસાદે ડેલી ખોલવા જતાં વીજશોક લાગ્યો હોવાનું તેના પરિવારજનોએ જણાવી જણાવ્યું હતું.
બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ પાસેના રેલવે ફાટક પાવર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતા અને ત્યાં ઓરડીમાં ભાડે રહેતા સુનિલ કુમાર દામોદરભાઇ ચૌહાણ (ઉ.32) તથા તેનો ભાઇ સંદિપ જોગીન્દ્રભાઈ ચૌહાણ (ઉ.30)અને રવિ બિંદુભાઇ (ઉ.27) વીજશોક લાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે દાઝેલા સુનિલ કુમારનું મોત નીપજતા આજી ડેમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
લોધિકાના રાવકી ગામે સગર્ભાનું ડેન્ગ્યુથી મોત
રાજકોટ લોધિકાના રાવકી ગામે રહેતા હિનાબેન ઇરફાનભાઈ સીદીકી (ઉ.22)ડેન્ગ્યુનીબીમારી પટકાતાં તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. અને અહી તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા લોધિકા પોલીસે તપાસ કરતા હિનાબેન સગર્ભા હોવાનું અને તેને થોડા સમયથી ડેન્ગ્યુની બીમારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.અને જેમાં તેમનો જીવ ગયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
