Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ : આજે કૃષિમંત્રીના હસ્તે ધરોહર લોકમેળો ખુલ્લો મુકાશે,ડ્રોનથી સતત કરાશે મોનીટરીંગ

Sat, August 24 2024

  • લોકમેળામાં ડ્રોનથી સતત મોનીટરીંગ, 1266 પોલીસ જવાન અને એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો તૈનાત

રાજકોટ : રાજકોટના ધરોહર લોકમેળામાં રાઇડ્સ ચાલે કે, ન ચાલે પણ આજે બપોર બાદ રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટના પ્રભારીમંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે, ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનાને પગલે લોકમેળામાં સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસ ઉપરાંત એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો તૈનાત કરી ડ્રોનથી સતત મોનીટરીંગ ક્રાઉડ મેન્જમેન્ટ કરવામાં આવશે.

દરવર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળા સમિતિ રાજકોટ આયોજિત ધરોહર લોકમેળો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સાંજે 4:30 કલાકે રેસકોર્સ મેદાન ખાતે ખુલ્લો મુકાશે. આ તકે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા  કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, મેયર, ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો અને મહાનુભાવો હાજર રહેશે અને રંગારંગ કાર્યક્રમો સાથે મેળાનો શુભારંભ કરવામાં આવશે.

નોંધનીય છે કે, ધરોહર મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર દ્વારા લોકમેળામાં વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને દસ કરોડની કરાઇ છે. કુદરતી આફતોમાં પણ વિમા કવચ મળશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે.આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 14 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. મેળામાં આવતા પ્રજાજનો માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ધરોહર લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધરોહર લોકમેળાના આજના ઉદઘાટન સમારંભમાં રાજકોટના શ્રી વૃંદ દ્વારા અર્વાચીન ગરબો, રાજકોટના મેગીસ ક્રિએશન, ભાવનગરના બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડના હોલી-હુડો ગ્રુપ દ્વારા હુડો રાસ, પોરબંદર જિલ્લાના બોખીરા ગામના શ્રી ચામુંડા મહેર રાસ મંડળ દ્વારા ઢોલ-તલવાર રાસ, ગીરસોમનાથના ગેબી સરકાર ગ્રુપ દ્વારા આદિવાસી ધમાલ નૃત્ય, રાજકોટના લોકગાયક દિવ્યેશભાઈ જેઠવા દ્વારા ડાયરાની પ્રસ્તુતિ કરાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના સૌથી મોટા ગણાતા રાજકોટના લોકમેળામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ દુર્ઘટના કે ભાગદોડની ઘટના ન બને તે માટે ક્રાઉડ મેન્જમેન્ટ સિસ્ટમ ગોઠવી ડ્રોનથી મોનીટરીંગ કરવાની સાથે લોકમેળામાં એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો, એનસીસી, એનએસએસના કેડેટ્સ તેમજ આપદા મિત્રોને પણ તૈનાત કરવામાં આવ્યા હોવાનું નિવાસી અધિક કલેકટરે જણાવ્યું હતું. 

એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમનું આગમન

રાજકોટ નિવાસી અધિક જિલ્લા કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકમેળામાં લાખો સહેલાણીઓ આવતા હોય લોકોની સુરક્ષા માટે પ્રથમ વખત જ લોકમેળામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી છે, શુક્રવારે બપોરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આવી જતા લોકમેળા સંદર્ભે બન્ને ટીમના અધિકારીઓએ કલેકટર તંત્ર સાથે બેઠક પણ યોજી હતી. વધુમાં નિવાસી અધિક કલેકટર ગાંધીએ ઉમેર્યું હતું કે, લોકમેળામાં એનસીસી, એનએસએસ અને આપદા મિત્રોને પણ તૈનાત કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : તહેવાર ટાણે જ  પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ : વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

Next

રાજકોટ : ગુણાતીતનગરમાં જલારામ નમકીનમાંથી ૧૪૦ કિલો વાસી પેટીસ પકડતી મનપા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
લંડનમાં 16 વર્ષ જૂનું ભારતીયનું રેસ્ટોરન્ટ થયું બંધ: પાકિસ્તાની લોકો દ્વારા સતત સતામણી, પોલીસનો અસહકાર કારણભૂત
6 કલાક પહેલા
સરકારની ડ્રગ્સ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: ગુજરાત પોલીસે 2 વર્ષમાં રૂ.3727 કરોડનું ડ્રગ્સ પકડ્યું, ડ્રગ્સ માફિયાઓની મિલકતો પર બુલડોઝર એક્શન
7 કલાક પહેલા
રનરેટનું ભૂત ધૂણ્યું: ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેને 77 રને હરાવવું પડશે, ટોપ-2માં આવવા માટે ZIM સામે આટલા રને જીતવું જરૂરી
8 કલાક પહેલા
વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો
9 કલાક પહેલા
Categories

નેશનલ

2928 Posts

Related Posts

સૂર્ય દેવતા કાળઝાળ : રાજકોટમાં 42.9 અને ભુજમાં 44.5 ડિગ્રી તાપમાન
Breaking
11 મહિના પહેલા
હિન્દુ અમેરિકન મહિલા તુલસી ગબાર્ડની યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તરીકે નિમણૂક
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
શ્રેયસ અય્યર: રોહિત બધાને બેફામ ગાળો જ ભાંડે છે
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કોલકત્તાની ઘટના અંગે સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન, આવતીકાલે સુનાવણી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર