ગ્રાઉન્ડમાં વધુ ભીડ એકઠી થઈ જશે તો અંદર ન પ્રવેશી શકેલા લોકોને એન્ટ્રી ગેઈટ પાસે બનાવાયેલાહોલ્ડીંગ એરિયા’માં ઉભા રખાશે- બહાર ઉભેલા લોકોને પ્રવેશ આપવા અંદર ગયેલા લોકોનું શું થશે, તેમને બહાર કઢાશે ? સો મણનો સવાલ
- બે સ્થળે એન્ટ્રી, બે સ્થળે એક્ઝિટ ગેઈટ: ફનવર્લ્ડ-પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ બનાવાશે
આવતીકાલથી રાજકોટમાં જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે તેને લઈને પોલીસ, મહાપાલિકા અને કલેક્ટર એમ ત્રણેય તંત્ર વ્યસ્ત બની ગયા છે. ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મેળા દરમિયાન કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના આકાર ન લઈ જાય તે માટે તમામ પ્રકારની તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. દર વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી એક સમયે શ્વાસ લેવાના પણ ફાંફા પડી જાય તેટલી મેદની એકઠી થઈ જતી હોવાથી આ વખતે એવું ન બને તે માટે પોલીસ દ્વારા નવતર અભિગમ અખત્યાર કરવામાં આવ્યો છે. એકંદરે પોલીસ દ્વારા આ વર્ષેથોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવામાં આવશે !આ અંગે ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે મેળામાંઓવર ક્રાઉડ’ મતલબ કે વધુ પડતી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડની અંદર એકઠા થઈ ગયા હોવાનો મેસેજ મળશે એટલે તુરંત જ એન્ટ્રી અટકાવી દેવામાં આવશે. આ વેળાએ અંદર જનારા લોકો હેરાન ન થાય કે ફસાય ન જાય તે માટે ત્રણ જગ્યાએ હોલ્ડીંગ એરિયા બનાવવામાં આવ્યા છે જ્યાં તેમને ઉભા રાખી દેવામાં આવશે અને જેવી અંદર ભીડ ઓછી થયાની જાણ થશે કે તેમને એન્ટ્રી આપવામાં આવશે.
મેળામાં એન્ટ્રી મેળવવા માટે ગેઈટ નં.૧ કે જે ફનવર્લ્ડની બાજુમાં આવ્યો છે તે ઉપરાંત ગેઈટ નં.૪ કે જે રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલો છે ત્યાંથી લોકોને પ્રવેશ અપાશે. આ ઉપરાંત ગેઈટ નં.૨ કે જે પોલીસ હેડ ક્વાર્ટર સર્કલની બાજુમાં આવ્યો છે તે અને તેના સિવાય ગેઈટ નં.૩ કે જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવ્યો છે ત્યાંથી લોકો બહાર નીકળી શકશે. જ્યારે ફનવર્લ્ડ તેમજ હેડ ક્વાર્ટર સર્કલની વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ બનાવાયો છે તેમજ પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલ વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ તૈયાર
