Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

લાગણીનું રોલરકોસ્ટર અને હાસ્યના ફૂવ્વારા એટલે ‘ઉડન છૂ’

Thu, August 22 2024

  • ટીવી અને ફિલ્મોના જાણિતા ચહેરા પ્રાચી શાહ, દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદી વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે
  • પ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મનું ટ્રેલર લોન્ચ

રાજકોટ

આજના સમયમાં અનેક નવી નવી ગુજરાતી ફિલ્મો અવનવી સ્ટોરી લઈને આવે છે અને હજુ આવનારા સમયમાં આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે અનીશ શાહ દ્વારા દિગ્દર્શિત અને પ્રાચી શાહ પંડ્યા, દેવેન ભોજાણી, આરોહી પટેલ અને આર્જવ ત્રિવેદી અભિનીત ‘ઉડન છૂ’ નામની ગુજરાતી ફિલ્મ કાંઇક અનોખી પણ આપણી આસપાસની સ્ટોરી લઈને આવી રહી છે. આ ‘ઉડન છૂ’ આગામી તા. ૬ સપ્ટેમ્બરે રીલીઝ વિશ્વભરમાં એક સાથે રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મના કલાકારો આજે વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મની સ્ટોરી અને તેને અત્યારથી જ મળી રહેલા પ્રતિભાવ વિશે વાત કરી હતી.

પ્રાચી શાહ આ ફિલ્મમાં એક સિંગલ મધર અને બીઝનેસવુમનનું પાત્ર ભજવે છે અને આર્જવ ત્રિવેદી તેનો પુત્ર છે. પ્રાચી શાહ, દેવેન ભોજાણી અને આર્જવ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ ફિલ્મની વાર્તા આપણી આસપાસ બનતી પારિવારિક ઘટનાઓ ઉપર જ આધારિત છે. પ્રાચી શાહે કહ્યું હતું કે, અત્યારે ગુજરાતી ભાષામાં સુપર્બ ફિલ્મો બની રહી છે અને તેનું સ્તર પણ નેશનલ ફિલ્મ જેવું જ હોય છે જે ઘણી આનંદની વાત છે. દેવેન ભોજાણીએ પણ કહ્યૂ હતું કે, આજે ગુજરાતી ફિલ્મો ઓસ્કાર સુધી પહોંચી છે જે ગૌરવ અપાવે તેવી વાત છે. અમે કોઈ ફિલ્મ એવોર્ડ માટે નહી પણ દર્શકોનાં પ્રેમ માટે અને તેમના એવોર્ડ માટે કરીએ છીએ.

પ્રાચી શાહ

પ્રાચી શાહ એક અભિનેત્રી છે અને કથ્થક ડાન્સર છે. ટીવી સીરીયલ ક્યુંકી સાસ ભી કભી બહુ થી અને એક શ્રીંગાર-સ્વાભિમાન થી ઘરે ઘરે જાણીતા થયા હતા. ૨૦૧૯માં તેમણે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપી હતી. પ્રાચી શાહે તમિલ, મરાઠી, હિન્દી, ગુજરાતી જેવી ભાષાની ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે. ૨૦૧૭માં આવેલી શુભારંભમાં તેમણે મનસ્વીનો રોલ કર્યો હતો. હાલમાં આ ફિલ્મ નેટફ્લીક્સ ઉપર ઉપલબ્ધ છે. ટીવીના પડદે આવેલી કોશિષ-એક આશા, મંઝીલે અપની અપની, કુંડલી, કહી દિયા જલે કહી જીયા, પિયા કા ઘર, ક્યુકી સાસ ભી કભી બહુ થી, ભાભી, કરણ-ડિટેકટીવ, રંગોળી, કેસર, કયામત, યે પ્યાર ના હોગા કમ, ઇસ પ્યાર કો ક્યા નામ દુ, એક શ્રીંગાર, મોદી- જર્ની ઓફ અ કોમન મેન જેવી અનેક સીરીઝમાં કામ કર્યું છે.

દેવેન ભોજાણી
દેવેન ભોજાણી ગુજરાતીઓના ઘરમાં જાણીતો ચહેરો છે. ટીવી ક્ષેત્રે માલગુડી ડેઝથી ડગ માંડ્યા હતા. ખાસ કરીને રમુજી પાત્રો ભજવીને દર્શકોનું મનોરંજન કર્યું છે. ટીવીના પડદે માલગુડી ડેઝ, દેખ ભાઈ દેખ, શ્રીમાન શ્રીમતી, તારા, વી-૩, એક મહેલ હો સપનો કા, ઓફીસ ઓફીસ, શ્રી સીફારીસલાલ, બા બહુ ઔર બેબી, સારાભાઇ વર્સીસ સારાભાઇ, ઈન્સ્ટન્ટ ખીચડી, રીમોટ કંટ્રોલ, હમ સબ એક હૈ, મીસીસ તેંદુલકર, અલક્ષ્મી-હમારી સુપર બહુ અને ભ સે ભાડે ઉપરાંત ફિલ્મોમાં જો જીતા વહી સિકંદર, આજા સનમ, અંદાજ,ક્રાંતિ ક્ષેત્ર, સરહદ, કર્તવ્ય, ઉફ્ફ એ મહોબ્બત, ચાલો અમરિકા, યે લમ્હે જુદાઈ કે, ખીચડી, ચલા મુત્સદી અને અગ્નિપથમાં પણ અભિનય આપ્યો છે.

આર્જવ ત્રિવેદી
આર્જવ ત્રિવેદી એક ઉભરતો કલાકાર છે અને ૨૦૧૫માં આવેલી છેલ્લો દિવસ નામની ગુજરાતી ફિલ્મમાં ધૂલો નામના યુવાનનું પાત્ર ભજવીને જાણીતો બન્યો હતો. આર્જવ ત્રિવેદીએ છેલ્લો દિવસ ઉપરાંત અનોખી, ૨૧ દિવસ, ૫૩મુ પાનુ, વમણ, શું થયુ જેવી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે. તેમણે અગાઉ પણ પ્રાચી શાહ સાથે ફિલ્મ કરી છે.

Tags:

EntertainmentgujaratGUJARATI MOVIEUdan Choo

Share Article

Other Articles

Previous

જાણિતા પત્રકાર-લેખક અક્ષય અંતાણીને મળશે જીવન ગૌરવ પુરસ્કાર

Next

મતદાર યાદી સુધારણા માટે 2236 બીએલઓ મેદાને : આ તારીખથી નોંધાવી શકાશે નામ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
7 કલાક પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
7 કલાક પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
8 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
8 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

મવડી મેઈન રોડની નવી ઓળખ : દબાણ મેઈન રોડ
રાજકોટ
2 વર્ષ પહેલા
અગ્નિકાંડમાં નાના માછલાઓ જ જવાબદાર
રાજકોટ
2 વર્ષ પહેલા
સ્કાય વોક-ફૂટ ઓવરબ્રિજ, 3 નવી શાકમાર્કેટ,ઑક્સિજન પાર્ક હજુ ‘કાગળ’ ઉપર : RMCના બજેટમાં જાહેર કરેલી 20માંથી 12 યોજનાના કોઈ ઠેકાણા નથી
ગુજરાત
8 મહિના પહેલા
વડાપ્રધાને સાંસદોને સંભળાવ્યો આ ખાસ કિસ્સો, વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર