રાજકોટ બાર એસો. મહિલા ડોકટરની હત્યા અને રેપની દુઃખદ ઘટના વખોડી
વોઇસ ઓફ ડે, રાજકોટ
કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલ રેપ અને હત્યાની ઘટનાથી આખા દેશમાં આવા અપરાધીઓને કડકમાં કડક સજા થવાની માંગ ઊઠી છે ત્યારે રાજકોટ બાર એસો. દ્વારા પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે.
ગઇકાલે રાજકોટ બાર એસો.તમામ સભ્યો સવારે એક કલાક માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ એસો.દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે,સોશિયલ મીડિયામાં ડોક્ટરનું નામ અને ફોટા વાઇરલ થઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર દુષ્કર્મના પીડીતાનું નામ કે ફોટો ડિકલેર કરવાના હોતા નથી. આવું કરનાર લોકોનો ઈરાદો ખરાબ નથી તો પણ લોકોને પીડીતાનું નામ અને ફોટા વગર લાગણી અને સંવેદના વ્યક્ત કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.