ખંડેરી સ્ટેડિયમ પાસે હાથી મસાલા કંપનીમાં પરિણીતાનો આપઘાત
રાજકોટ શહેરમાં ખંડેરી સ્ટેડિયમની પાસે આવેલ હાથી મસાલા કંપનીમાં કામ કરતી અને ત્યાંજ રહેતી 26 વર્ષિય પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
બનાવની વિગત મુજબ હાથી મસાલા કંપનીમાંકામ કરી તેની ઓરડીમાં રહેતી સવાકીબાઈ ભવનલાલ ભીલ (ઉ.વ.26)નામની પરણિતાએ ગઈકાલ સવારે આંઠ વાગ્યા આસપાસ કંપનીના રૂમમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેના પતિને થતા તુરંત તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.મૃતક તેનાં પતિ સાથે 10 વર્ષથી હાથી મસાલા કંપનીના કેન્ટીનમાં કામ કરતી હતી. અને મૂળ તેઓ રાજસ્થાનના વતની હતા.તેમજ તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ મામલે મામલે ગાંધીગ્રામ પોલીસે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.