Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટ : બુટલેગર ટોળકીએ સામું જોવા બાબતે છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

Mon, August 12 2024
  • ઢેબર કોલોનીમાં બુટલેગર ટોળકીએ છરીના ઘા ઝીંકી યુવકની કરી કરપીણ હત્યા 
  • સામું જોવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી 9 શખસો તલવાર-છરી-ધોકા સાથે ઘસી આવી પિતા-પુત્ર સહિત ચાર પર હુમલો કર્યો : એકનું સારવારમાં મોત થયું
  • વાહન અને રિક્ષામાં તોડફોડ કરી ધમાલ કરતાં પોલીસના મોડી રાત્રિના ધાડેધાડા ઉતાર્યા : ભક્તિનગર પોલીસે હત્યારાઓની કરી અટકાયત

વોઇસ ઓફ ડે રાજકોટ

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ હત્યાના બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે. ઢેબર કોલોનીમાં બુટલેગર ટોળકીએ સામું જોવા બાબતે થયેલા ઝગડાનો ખાર રાખી પિતા-પુત્ર સહિત ચાર પર મોડી રાત્રિના તલવાર-છરી અને ધોકા વડે હુમલો કરી બાઇક અને રિક્ષામાં તોડફોડ કરી હતી. આ હુમલામાં ચારેયને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. અને અહી એક યુવકનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. અને આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા 9 શખસો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.

બનાવની વિગત મુજબ, રાજકોટમાં ઢેબર કોલોનીમાં જોગણીમાં અને રખાબાપાના મંદિર પાસે રહેતાં વિક્કી સુરેશભાઈ સોલંકી (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભીમા બાબુ સોલંકી, પ્રકાશ બાબુ સોલંકી, રાજુ બાબુ સોલંકી, ભીમાનો છોકરો શૈલેષ, ભીમાનો છોકરો નિલેશ, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજી અને યોગેશ ભગવાનજીનું નામ આપતાં જણાવ્યું હતું કે, તે ઢેબર મેઈન રોડ પાનની કેબિન ધરાવી વેપાર કરે છે. અને તેઓ તેમના પિતા સુરેશભાઈ દુલાભાઈ સોલંકી (ઉ.વ.45) અને તેમની માતા તેમજ દાદા દુલાભાઈ સોલંકી અને દાદી મધીબેન સાથે રહેતો હતો. રવિવાર રાત્રિના આસપાસ તે અન્ય લોકો સાથે પોતાની દુકાને વાતચીત કરતો હતો.

ત્યારે આરોપી રાજુ બાબુ અને લોહાનગરમાં રહેતાં વિજય રામદાસ બંને સામું જોવા બાબતે ઝઘડો કરતાં હોય જેથી ફરીયાદી અને તેમના ભાઈ, પિતાએ તેમને ઝઘડો નહીં કરવાં સમજાવેલ અને છુટા પાડયા હતાં. જે બાબતનો ખાર રાખી રાજુ બાબુ અન્ય આરોપીઓઓને બોલાવી લોખંડના પાઈપ, લાકડાના ધોકા, છરી જેવાં હથિયારો સાથે ઘસી આવી અને જીવલેણ હુમલો કરી દિધો હતો. આ હુમલામાં સુરેશ સોલંકી,પ્રકાશ,અર્જુન અને વિક્કીને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આરોપીઓ બાઇક અને રિક્ષામાં પણ તોડફોડ કરી ભાગી ગયા હતા.બનાવ અંગે જાણ થતાં પોલીસના ધાડેધાડા ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા. અને આ મામલે ભક્તિનગર પોલીસે નવ શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ સોલંકીનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.અને ભક્તિનગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે ગણતરીની કલાકોમાં તમામ આરોપીને અટકાયત કરી છે.

Tags:

crimegujaratgujarat newsmurder caserajkot

Share Article

Other Articles

Previous

રાજકોટ : પોલીસ અરજી કર્યાનો ખાર રાખી બે મિત્રો પર છરી વડે હુમલો, જુઓ CCTV

Next

ચેક રિટર્ન કેસમાં સજા બાદ ફરાર રહેતો આરોપી ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદના નારોલમાં મંડપમાંથી 11 વર્ષીય બાળકીના લગ્ન અટકાવાયા: વરરાજા પણ 17 વર્ષનો સગીર, અગાઉ 3 દીકરીઓના પણ બાળલગ્ન કરાવાયાનો પર્દાફાશ
2 મિનિટutes પહેલા
પ્રેમાનંદ મહારાજના દીક્ષિત શિષ્ય દીપક ઉર્ફે રસિક દુલારી શરણનું ચોથા માળેથી કૂદતાં મોત: ગુપ્તાંગ કપાયેલું મળતાં પોલીસ તપાસ તેજ
6 મિનિટutes પહેલા
નાગપુર-મુંબઈ દુરંતો એક્સપ્રેસના AC કોચ પર અસામાજિક તત્વોનો પથ્થરમારો: કાચ ફૂટતાં મુસાફરોના ભોજનમાં વેરાયા, 4 ઈજાગ્રસ્ત
9 મિનિટutes પહેલા
મધ્યપ્રદેશના મંડલામાં ગણેશ વિસર્જન બાદ પંડાલમાં વીજપ્રવાહ ફેલાતાં 4 શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યા મોત, 3 ઈજાગ્રસ્ત
12 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3655 Posts

Related Posts

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષને આંચકો : શાહી ઇદગાહને વિવાદિત ઢાંચો ગણવાની અરજી હાઇકોર્ટે ફગાવી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત લાભદાયી, સારા સમાચાર મળશે ; આર્થિક લાભ થશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં કલેકટર કચેરી પર આંગણવાડી બહેનો રજૂઆત માટે ઉમટી, શું કહ્યું આશા વર્કર ભાવનાબેન ગોવાણી એ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર : રિયાસીમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર