- લીંબડીનો બનાવ : નવ મહિનાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી, મૃતદેહનું રાજકોટ ફોરેન્સિક પીએમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી
વોઇસ ઓફ ડે, રાજકોટ
લીંબડીના ખંભલાવ ગામે રહેતી સગર્ભાનું તબીબી સલાહ લીધા બાદ ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવતા મોત નિપજ્યું હતું. નવ મહિનાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી જરૂર તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ખંભલાવ ગામે રહેતી ૩૦ વર્ષિય પુરીબેન ભરતભાઈ કાલીયા નામની મહિલાને પાંચ મહિનાનો ગર્ભ હોય તેમજ બાળક નીચે આવી જતા તેઓને લીંબડીની ખાનગી હોસ્પિટલમાં તબીબી સલાહથી ગર્ભપાત કરાવ્યો હતો. જે બાદ મહિલાનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે પોલીસમાં જાણ કરતા મોત અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પૂરીબેન મોતથી તેમની નવ માસની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ઘેરો શોક છવાયો છે.બનાવ અંગે પરીવારનું નિવેદન નોંધી પોલીસ વધુ તપાસ આદરી છે.