Paris Olympics 2024 : કેપ્ટન હરમનપ્રીતના 2 શાનદાર ગોલથી હોકી ટીમે જીત મેળવી…આયર્લેન્ડને 2-0 હરાવ્યું
પેરિસ ઓલમ્પિકમાં ભારતની રાષ્ટ્રીય રમત હોકીમાં ભારતીય પુરૂષ હોકી સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે પેરિસ ઓલિમ્પિક ગેમ્સની પૂલ બી મેચમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. ભારતે આમ પેરિસ ગેમ્સમાં તેનું અજેય અભિયાન જારી રાખ્યું છે. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કરીને ટીમને લીડ અપાવી જે અંત સુધી અકબંધ રહી. હરમનપ્રીતે 11મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં તેણે 19મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને ટીમની લીડ બમણી કરી હતી. ભારતે અગાઉ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું, જ્યારે રિયો ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના સાથે 1-1થી ડ્રો રમી હતી.
ત્રીજા ક્વાર્ટરના અંત પછી ભારતે આયર્લેન્ડ પર 2-0ની સરસાઈ જાળવી રાખી હતી. હવે છેલ્લી 15 મિનિટની રમત બાકી છે. જ્યારે ભારત આ લીડ જાળવી રાખવા પર નજર રાખશે, તો આયરિશ ટીમ વાપસી કરવા માંગશે.
ભારતીય ટીમ બીજા ક્વાર્ટરના અંત પછી આયર્લેન્ડ પર 2-0થી આગળ છે. ભારત તરફથી બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. તેણે પ્રથમ ક્વાર્ટરમાં પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવી દીધું, જ્યારે બીજા ક્વાર્ટરમાં ફિલ્ડ ગોલ દ્વારા ભારતની લીડ બમણી કરી. કેપ્ટન હરમનપ્રીત સિંહે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને ફિલ્ડ ગોલ દ્વારા ગોલ ફટકાર્યો. આ રીતે ભારતે બીજા ક્વાર્ટરમાં તેની લીડ વધારીને 2-0 કરી હતી. હરમનપ્રીતે 19મી મિનિટે ગોલ કરીને ભારતની લીડ બમણી કરી હતી.
પ્રથમ ક્વાર્ટરના અંત બાદ ભારતીય હોકી ટીમે આયર્લેન્ડ સામે સરસાઈ મેળવી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહે પ્રથમ ક્વાર્ટરમાં પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. હરમનપ્રીત સિંહે પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતને આયરલેન્ડ સામે પ્રારંભિક લીડ અપાવી છે. હરમનપ્રીતે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં બદલવામાં કોઈ ભૂલ કરી ન હતી. કેપ્ટનના આ પ્રયાસથી ભારતીય ટીમે 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે પૂલ બીની મેચ શરૂ થઈ ગઈ છે. બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે.ભારતીય ટીમ હાલમાં પૂલ બીમાં એક જીત અને એક ડ્રો સાથે ત્રીજા સ્થાને છે જ્યારે આયર્લેન્ડ ગ્રુપમાં સૌથી નીચેના ક્રમે છે.
ભારતીય પુરૂષ હોકી ટીમ હવે થોડા સમય બાદ આયર્લેન્ડ સામે ટકરાશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી ઘડીમાં જીત મેળવી હતી અને છેલ્લી ઘડીમાં મળેલા પેનલ્ટી કોર્નરના આધારે આર્જેન્ટિના સામે પણ બરાબરી કરવામાં સફળ રહી હતી.