Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પોરબંદરમાં આભ ફાટ્યું, 28 કલાકમાં 22 ઈંચ

Fri, July 19 2024

26 વર્ષ બાદ જળપ્રલયના દ્રશ્યો : પોરબંદરના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા,અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા

પોરબંદર-કાનલુસ રેલવે સેકશનમાં પાણી ભરાવાના કારણે અનેક ટ્રેનો રદ : 31 લોકોને રેસ્ક્યુ કરાયા

પોરબંદર : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ વચ્ચે ગુરુવારે બપોરે 12 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયા બાદ શુક્રવારે બપોર સુધીની 28 કલાકમાં 22 ઈંચ વરસાદ તૂટી પડતા પોરબંદરમાં 26 વર્ષ બાદ જળપ્રલયના દ્રશ્યો સર્જાયા હતા અને પોરબંદરના મોટાભાગના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને અનેક ઘરોમાં પાણી ઘુસી જતા 31 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, બીજી તરફ 22 ઈંચ વરસાદમાં પોરબંદર-કાનલુસ રેલવે સેકશનમાં પાણી ભરાતા અનેક ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી.

પોરબંદર શહેરમાં ગુરુવારે બપોરના 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયા બાદ શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં 350 મીમી એટલે કે 18કલાકમાં પોર્ન ચૌદ ઈંચ વરસાદ વરસી ગયા બાદ શુક્રવારે સવારથી પણ મેઘરાજાએ વિરામ લીધા વગર વરસાદ વરસાવવાનું ચાલુ રાખતા પોરબંદરના એમ.જી રોડ, છાંયા ચોકી રોડ અને સુદામા ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના જીવનમાં કફોડી સ્થિતિ ઉભી થઈ હતી અને ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યાં જતા લાખો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. બીજી તરફ બરડા પંથકમાં પણ 10 થી 12 ઇંચ વરસાદ પડતાં વાડી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેર અને ગામડાઓમાંથી કુલ 31 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું છે.

દરમિયાન પોરબંદરના રાણાવાવ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે ધેડ પંથકમાં ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવ્યું હતા, સાથે જ શહેરના છાંયા ચોકી રોડ પર ભારે વરસાદને કારણે અનેક મકાન અને દુકાનોમાં પાણી ઘુસતાં દુકાનદારોને અને રહેણાંક વિસ્તારોમાં ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. જેમાં રોકડીયા હનુમાન મંદિરની સામે આવેલી સોસાયટીમાં મકાનોમાં પાણી ઘુસતાં લોકોએ મકાનના ધાબા પર સહારો લેવો પડ્યો હતો. એ જ રીતે રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થવાને કારણે અનેક મકાન અને વાહનો પાણીમાં ડૂબી ગયા હતા.

ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ નગરપાલિકા તંત્ર સાથે મળી નરસંગ ટેકરી, રોકડીયા હનુમાન મંદિર અને બોખીરા સહિતના વિસ્તારોની મુલાકાત લઈને પાણીના નિકાલ માટે વિવિધ ટીમોને કામે લગાડીને સ્થિતિને સામાન્ય કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.આવી આફતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લાના તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જીલ્લા પ્રશાસન અને બચાવ દળો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.બીજી તરફ અતિભારે વરસાદને પગલે વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેકશનમાં પાણી ભરાવાના કારણે ટ્રેનો પર પણ અસર પડી હતી અને અનેક ટ્રેનને રદ કરી દેવામાં આવી હતી.

બોક્સ

ભારે વરસાદને પગલે તાકીદની બેઠક યોજતા કલેકટર

સતત પડી રહેલ ભારે વરસાદ વચ્ચે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા તાકીદે વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજી જિલ્લામાં પડેલ ભારે વરસાદમાં વહિવટી તંત્ર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્રની ટીમોએ રાત્રે પડેલ ભારે વરસાદ અંતર્ગત જરૂરી પગલાં લઈ રસ્તા ઉપર પડેલ વૃક્ષોની ડાળીઓનો નિકાલ કરી, ફાયબ્રિગેડ વિભાગની ટીમે લોકોને સુરક્ષિત સલામત સ્થળે પહોંચાડવાની સાથે  ગ્રામ્ય પંથકમાં લોકોના રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. સાથે જ પીજીવીસીએલ વિભાગની ટીમો ખોરવાયેલ વીજ પૂરવઠો રાબેતા મુજબ ચાલુ કરવા કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી : નવા પાંચ કેસ

Next

પોરબંદર-જામનગરના 54 ગામમાં છવાયો અંધારપટ્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
10 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
10 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
10 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
11 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

ભારતના સંભવિત હુમલાથી POKમાં ફફડાટ : 2 મહિના સુધી જીવનજરૂરી વસ્તુઓ સંગ્રહ કરવા આદેશ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
સાસણમાં સ્વિમિંગપુલમાં ડૂબી જતાં રાજકોટની નવયુગ સ્કૂલનાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત : શાળાના પ્રવાસ દરમિયાન બની ઘટના
ગુજરાત
1 મહિના પહેલા
અબુધાબીના સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને શું કહ્યું..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભંગારમાં ખજાનો !! દિવાળીએ રાજકોટમાં 15 કરોડનું ટર્નઓવર : 800 થી 1000 વેપારીઓને દિવાળી અને વેકેશનમાં ચાંદી-ચાંદી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર