Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જેલમાં સાગઠિયાનો ‘કેપ્ટન’ ઈભલો !!

Tue, June 25 2024

નસીબનો ખેલ: મહેલમાંથી જેલમાં ગયા બાદ ભ્રષ્ટાચારીઓની હાલત કફોડી

હિસ્ટ્રિશીટર ઈભલા ઉપરાંત ખૂન, છેતરપિંડી, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા ખૂંખાર’ આરોપી સાથે સાગઠિયાને ગોઠવાયા

રિમાન્ડ પૂર્ણ થયા બાદ બે દિવસ માટે જેલમાં ગયેલા સાગઠિયાને ગરમી લાગતાં પંખા પાસે સૂવા માટે કહ્યું પણ તેના માટે ઈભલા' પાસે કરવી પડી કાકલૂદી

જોષી, મકવાણા, ચૌધરી સહિતનાને અલગ બેરેકમાં શિફ્ટ કરાયા: સોમવારે જેલમાંથી છૂટેલા બે કેદીએ વોઈસ ઓફ ડે’ સમક્ષ કર્યું અંદર'નું વર્ણન...

ટીઆરપી ગેઈમ ઝોન કે જ્યાં ૨૭ નિર્દોષ ભુંજાઈ ગયા હતા તે ગેઈમ ઝોન સામે આંખ આડા કાન કરનાર મહાપાલિકાના ભ્રષ્ટ (કદાચ ભ્રષ્ટ શબ્દ પણ ટૂંકા કહેવાશે) તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાને દબોચી લેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ સાગઠિયા ઉપરાંત ગૌતમ જોષી, જયદીપ ચૌધરી, મુકેશ મકવાણા, રાજેશ મકવાણા, રોહિત વિગોરા સહિતને રિમાન્ડ પર લીધા હતા. સાગઠિયા સહિતના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામને જેલહવાલે કરવામાં આવ્યા હતા. દરમિયાન સાગઠિયાને જેલહવાલે કરાયા બાદ બે દિવસ સુધી જેલમાં રખાયા હતા. આ પછી નકલી મિનિટસ બુક મામલે ફરી ક્રાઈમ બ્રાન્ચે કબજો લઈને રિમાન્ડ પર લીધા હતા. હવે બે દિવસ સુધી સાગઠિયાની સાથે જ બેરેકમાં રહેલા બે કેદીએ વોઈસ ઓફ ડે’ સમક્ષ અંદર'નું વર્ણન કરતાં જણાવ્યું કે જેલમાં સાગઠિયાનોકેપ્ટન’ ખૂંખાર હિસ્ટ્રીશિટર ઈભલો છે !


બન્ને કેદીઓના જણાવ્યા પ્રમાણે જુગારક્લબ, મારામારી, પોલીસ પર હુમલા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ઈભલા સાથે જ એમ.ડી.સાગઠિયાને રાખવામાં આવ્યા છે. આ બેરેકમાં કુલ ૪૭ કેદીઓ છે. સાગઠિયાને રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરાયા બાદ અંદરનું વાતાવરણ જોઈ તે હેબતાઈ ગયા હતા. જો કે કરેલા કર્મોનું ફળ મળ્યા વગર રહેતું નથી' માફક સાગઠિયા પાસે પસ્તાવા સિવાય અને જેલમાં રહેવા સિવાય કોઈ રસ્તો ન હોય સૌથી પહેલાં તેણે પંખાની નીચે પોતાનોબીસ્તરો’ મતલબ કે પથારી પાથરવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે આમ થઈ શકે તેમ ન્હોતું કેમ કે પંખા નીચે પથારી પાથરવી હોય તો `ઈભલા’ને કાકલૂદી કરવી જરૂરી હોવાથી અંદરના જ બે કેદીઓએ તેને પંખા નીચે પથારી પાથરવા મનાવ્યો હતો.


આ પછી ઈભલો માની ગયો હતો અને પંખા નીચે સાગઠિયાની વ્યવસ્થા કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે જેલમાં નવું કોઈ કેદી આવે એટલે સૌથી પહેલાં તેણે શૌચાલય પાસે સૂવું ફરજિયાત હોય છે અને જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તેની પથારી આગળ આવતી જાય છે ! હાલ સાગઠિયાના બીજી વખત રિમાન્ડ પૂર્ણ થઈ જતાં તેને ફરી જેલમાં ધકેલાયા છે ત્યારે હવે તેને શૌચાલય પાસે સૂવું પડે છે કે પછી પંખા નીચે સૂવા મળે છે તેની તેને જ ખબર પડશે ! સાગઠિયા ઉપરાંત આ કાંડ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને પણ અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. સાગઠિયાને જેલ બેરેકમાં રખાયા છે ત્યાં ઈભલા ઉપરાંત જંગલેશ્વરમાં હત્યા કરનાર આરોપી તેમજ છેતરપિંડી, મારામારી સહિતના ગુનાઓમાં પંકાયેલા આરોપીઓ સામેલ છે.

સાગઠિયાના હાથ-પગ અત્યારથી જ ધ્રુજવા લાગ્યા !
એવું પણ જાણવા મળ્યું છે કે એમ.ડી.સાગઠિયાના હાથ-પગ અત્યારથી જ ધ્રુજવા લાગ્યા છે. જેલ હવાલે થયા બાદ પ્રથમ દિવસે તે એકદમ હેબતાઈ ગયા હતા અને કશું બોલાવાની સ્થિતિમાં ન્હોતા. જો કોઈ તેને પૂછે તો જવાબ દેવામાં પણ ધ્રુજારી અનુભવી રહ્યા હતા. હજુ તો આ શરૂઆત હોય આગામી દિવસોમાં સાગઠિયાનો જેલવાસ કેવો રહે છે તે જોવું રહ્યું…

સાગઠિયા સહિતના એક પણને વધારાની કોઈ જ સુવિધા નહીં
રાજકોટ મધ્યસ્થ જેલના જેલર બી.બી.પરમારે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેલમાં કેદીને જે સુવિધા મળે છે તે જ સાગઠિયા સહિતનાને આપવામાં આવી રહી છે. આનાથી વધુ કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ લોકો અત્યારે ઘરનું ટિફિન જમી શકે તેમ હોવાથી તેના માટે ના કહેવામાં આવી રહી નથી. આ સિવાય ગાદલા સહિતની કોઈ સગવડ જેલ દ્વારા અપાતી નથી.

સાગઠિયાને મળવા કોણ કોણ આવે છે તેનું કરાતું વીડિયો રેકોર્ડિંગ
એમ.ડી.સાગઠિયા સહિતના આરોપીઓને જેલમાં મળવા આવનારી દરેક વ્યક્તિની પહેલાં રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવે છે. રજિસ્ટરમાં આવનાર વ્યક્તિ કેટલા વાગ્યે આવી તે સમય ઉપરાંત મળ્યા બાદ રવાના થયાનો સમય નોંધવામાં આવે છે. આ ઉપરાંત સાગઠિયા સાથે મુલાકાત કરનાર વ્યક્તિનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે અને તમામ વસ્તુ સીટને મોકલવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

આજે દુકાન ખુલ્લી રાખશે એનો વીડિયો વાયરલ કરશે કોંગ્રેસ !

Next

આજનું રાશિફળ : આ રાશિના જાતકોના વેપાર-ધંધામાં આવશે અડચણ, આર્થીક બાબતો કરશે હેરાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
1 મિનિટute પહેલા
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
20 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
21 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
21 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

બે હાથ વગરનો ક્રિકેટર કેવી રીતે કરે છે બેટિંગ જુઓ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
પોલિટેકનિક કોલેજમાં ક્લાસમાં બેઠેલા છાત્રને અન્ય વિદ્યાર્થીએ છરી ઝીંકી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશમાં ભયંકર અકસ્માત : બેકાબુ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 10ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાળકોનો કોન્ટ્રાક્ટ કિલિંગ માટે ઉપયોગ કરી રહેલી ગેંગસ્ટર ગેંગ !! જાણો શા માટે ગેંગ બાળકોને નિશાન બનાવે છે ??
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર