એફપીઆઈએ બજારમાં કેટલા રૂપિયા ઠાલવ્યા ? જુઓ
સામાન્ય ચૂંટણીના પરિણામો પછી જોરદાર પુનરાગમન કરતાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જૂનમાં અત્યાર સુધી (21 જૂન સુધી) ભારતીય શેરબજારમાં રૂ. 12,170 કરોડનું રોકાણ કર્યું છે. આમ ભારતીય બજાર પરનો ભરોસો કાયમ રહ્યો છે.
નીતિના મોરચે સાતત્ય અને સતત આર્થિક વૃદ્ધિની અપેક્ષાએ ભારતીય શેરબજારો તરફ એફપીઆઈનું આકર્ષણ વધ્યું છે. મે મહિનામાં ચૂંટણીના પરિણામો અંગે અનિશ્ચિતતા વચ્ચે એફપીઆઈએ શેરોમાંથી રૂ. 25,586 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો.
એમણે મોરેશિયસ સાથેની ભારતની ટેક્સ સંધિમાં ફેરફારો અને યુએસ બોન્ડની ઉપજમાં સતત વધારાની ચિંતા વચ્ચે એપ્રિલમાં સ્ટોક્સમાંથી રૂ. 8,700 કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી હતી.
ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે નવા રોકાણો પછી, 2024 (જૂન 21) માં શેરમાંથી એફપીઆઈ ઉપાડ રૂ. 11,194 કરોડ હતો. મોજોપીએમએસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સુનિલ દમણિયાએ જણાવ્યું હતું કે હાલમાં ભારતીય શેરબજારના ઊંચા વેલ્યુએશનને કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના પ્રવાહને અસર થશે.
સ્મોલ કેસ મેનેજર અને સ્થાપકે જણાવ્યું હતું કે, “સામાન્ય ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક હોવા છતાં, બજાર સ્થિર સરકારની રચનાની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રકારનો જ પ્રતિભાવ અન્ય નિષ્ણાતો દ્વારા અપાયો છે.