‘દરેક પુરુષ ખતરામાં છે’: ફિલ્મ “કકૂડા” થશે ઓટીટી પર રિલીઝ
આ ફિલ્મમાં તમને ડરાવવા આવી રહ્યા છે સોનાક્ષી-રિતેશ
મુંજયા ફિલ્મની સફળતા બાદ હવે ડાયરેક્ટર આદિત્ય સરપોતદાર નવી હોરર-કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેનું નામ છે “કકૂડા”. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, રિતેશ દેશમુખ અને સાકીબ સલીમ નજર આવશે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે.
‘સ્ત્રી’ ફિલ્મના નિર્માતાએ હોરર કોમેડી ફિલ્મ મુંજયા બનાવી જે તાજેતરમાં જ થિયેટરમાં રિલીઝ થઈ અને દર્શકોનો પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. હવે આ ફિલ્મના ડાયરેક્ટર નવી ફિલ્મ ‘કકૂડા’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ થિયેટરમાં નહી પરંતુ ઓટીટી પર રિલીઝ થવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મની ઓટીટી રિલીઝની જાહેરાત સાથે તેની એક ઝલક જી-૫ પર દેખાડવામાં આવી હતી. જે એનિમેશનમાં છે. જેમાં ઘડિયાળમાં સવા સાત વાગતા જ એક પડછાયો નજર આવે છે.
પછી એક જ ઘરમાં બનેલા બે દરવાજામાંથી એકમાં કોઇકના પગ લટકતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરતાં લખવામાં આવ્યું છે કે, કકૂડાનો આવવાનો સમય થઈ ગયો છે. મંગળવાર, સાંજે ૭:૧૫ વાગ્યે, દરવાજો ખોલવાનું ભૂલતા નહી, કારણ કે દરેક પુરુષ ખતરામાં છે. જો કે હજુ સુધી સત્તાવાર ફિલ્મની રિલીઝ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.