મોહન ભાગવત અને યોગી વચ્ચે શું ચર્ચા થઈ ? જુઓ
લોકસભાની ચુંટણીમાં ભાજપને યુપીમાં મોટો ફટકો મળ્યા બાદ આ મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે અને તેની વચ્ચે સનઘ પરિવારના વડા મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી વચ્ચે લાંબી બેઠકો થઈ હતી. બંને વચ્ચે એક નહીં પણ બે બેઠકો થઈ હોવાના અહેવાલો બહાર આવ્યા હતા.
ગોરખપુરમાં બંને વચ્ચે બંધ બારણે બે બેઠકો થઈ હતી અને એમ માનાવામાં આવે છે કે યુપીમાં ભાજપને મળેલા પરાજય અંગે ચર્ચા થઈ હોવી જોઈએ. જાણકારોએ એવી માહિતી આપી હતી કે બંને વચ્ચે 30 મિનિટ સુધી વાતચીત થઈ હતી.
પહેલી બેઠક કેમપીયરગંજ વિસ્તારમાં આવેલી એક શાળામાં થઈ હતી. મોહન ભાગવત અહીં સંઘના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે બીજી બેઠક એક બીજી સ્કૂલમાં રાત્રે 8-30 વાગે થઈ હતી. આ બેઠક પણ 30 મિનિટ સુધી ચાલી હતી.
ભાજપના એક નેતાએ એમ કહ્યું હતું કે યુપીમાં ભાજપની હારના પ્રમુખ કારણો અંગે બંને વચ્ચે ચર્ચા થઈ હતી તેમ મનાય છે. મોહન ભાગવતને હારના કારણો જાણવામાં રસ છે અને આ મુંડા પર યોગીએ શું કહ્યું તે અંગે કશું બહાર આવ્યું નથી.
આ વખતે યુપીમાં ભાજપને મોટો ફટકો લાગ્યો હતો અને રાજકીય નિરીક્ષકો તથા આગાહીકારો પણ ખોટા પડ્યા હતા. સૌથી વધુ નવાઈ તો એ હતી કે અયોધ્યામાં ભાજપને હાર મળી છે.