મોદી સરકાર કઈ યોજનામાં ફેરફાર કરવા તૈયાર ? જુઓ
લોકસભા ચૂંટણી 2024 પહેલા અગ્નિપથ યોજના મોટાભાગના વિરોધ પક્ષોનો મુદ્દો રહ્યો છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે જો તેમની (ગઠબંધન) સરકાર સત્તામાં આવશે તો તેઓ અગ્નિપથ યોજનાને ખતમ કરી દેશે. આ યોજના અંગે મોટાભાગના લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો અને તેનું નુકસાન આ વખતની સામાન્ય ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. પરંતુ હવે જ્યારે ભારતીય સેનાએ અગ્નિપથ યોજના અંગેની જોગવાઈઓમાં ફેરફાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે કેન્દ્ર સરકાર પણ આ નિયમ બદલવા માટે તૈયાર છે. રિવ્યુ માટે એક પેનલની રચના કરાઇ છે.
2024ની સામાન્ય ચૂંટણીના વિશ્લેષણમાં, રાજકીય નિષ્ણાતોનું માનવું હતું કે અગ્નિપથ યોજના ઘણા મુદ્દાઓમાંથી એક છે, જે મોદી સરકાર માટે નુકસાનકારક સાબિત થઈ હતી અને ભાજપને બહુમતી પણ ન મળી. મોદી સરકારની રચનામાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી (ટીડીપી)નો મોટો ફાળો હતો. નવી સરકાર બનાવવા માટે ગઠબંધન કરતા પહેલા નીતિશ કુમારે ભાજપ પાસેથી અગ્નિવીરમાં સુધારાની માંગ કરી હતી.
સચિવોની સમીક્ષા પેનલની રચના
એનડીએ સરકારે 10 મુખ્ય કેન્દ્રીય મંત્રાલયોના સચિવોને અગ્નિપથ યોજનાની સમીક્ષા કરવા અને અગ્નિવીરોની ભરતીને વધુ કેવી રીતે આકર્ષિત કરવી તે અંગે સલાહ આપવા જણાવ્યું છે, જેથી કોઈ કસર ભરતી પ્રક્રિયામાં રહે નહીં .
17 મીએ અહેવાલ આવશે
અગ્નિપથ યોજનાને સુધારવા માટે સચિવો દ્વારા રચવામાં આવેલી સમીક્ષા પેનલ 16 જૂન સુધીમાં તેના સૂચનો સંપૂર્ણ રીતે તૈયાર કરશે અને મોદીને અંતિમ પ્રેઝન્ટેશન સબમિટ કરશે. અંતિમ રજૂઆતની તારીખ 17 અથવા 18 જૂન હોઈ શકે છે. અંતિમ પ્રેઝન્ટેશન બાદ વડાપ્રધાન કાર્યાલય તેને સુધારવા માટે જરૂરી પગલાં લેશે.
સેના સુધારા અંગે ચર્ચા કરી રહી છે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીય સેના અગ્નિવીરોની ભરતી માટે અગ્નિપથ યોજનામાં ફેરફાર અંગે ચર્ચા કરી રહી છે. આ ચર્ચામાં અગ્નિવીરોની તાલીમનો સમયગાળો વધારવાની સાથે સાથે પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ હાલના અગ્નિવીરોના માત્ર 25 ટકાને વધુ તક આપવા નિયમોમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે.
ટ્રેનીગ પિરિયડ બદલાશે ?
સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની તાલીમ બાદ પણ અગ્નિવીરોની સંખ્યા 60-70 ટકા જળવાઈ રહે. હાલના નિયમો અનુસાર, તાલીમ પૂર્ણ થયા પછી માત્ર 25 ટકા અગ્નિવીરોને જ જાળવી રાખવામાં આવશે. લગભગ 12 લાખ રૂપિયા ચૂકવ્યા પછી 75 ટકા અગ્નિશામકોને જવા દેવામાં આવશે.