અમિત સાધની “મોટરસાઇકલ સેવ્ડ માય લાઈફ” સિરીઝ રિલીઝ
સિરીઝ યુટ્યુબ પર જોઈ શકાશે: બાઇક રાઇડિંગ પર આધારિત છે સિરીઝ
બોલિવૂડના જાણીતા અભિનેતા અમિત સાધ આજકાલ પોતાની સિરીઝ “મોટરસાઇકલ સેવ્ડ માય લાઈફ”ને લઈને ચર્ચામાં છે. આ સિરીઝમાં તેનો અનોખો અંદાઝ જોવા મળશે. અમિત સાધના ફેન્સ પણ આ સિરીઝને લઈને ઘણા ઉત્સુક છે. આ સિરીઝ યુટ્યુબ પર જોવા મળશે.
અભિનેતા અમિત સાધને એક્ટિંગની સાથે બાઇક રાઇડનો પણ ઘણો શોખ છે. તે ઘણીવાર બાઇક પર લાંબા સફર માટે નીકળી પડે છે. ગત વર્ષે તે એક મહિનાની બાઇક ટ્રીપ નીકળ્યા હતા અને તેણે 5,288 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. પોતાના જન્મદિવસ અને પર્યાવરણ દિવસના ખાસ અવસરે અમિત સાધની સિરીઝ મોટરસાઇકલ સેવ્ડ માય લાઈફ રિલીઝ થઈ છે.
અમિત સાધે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બાઇક રાઇડિંગ મારા માટે દરેક સમસ્યાનું સમાધાન છે. મારા જીવનમાં એક એવો સમય હતો જ્યારે મારે કેટલીક સ્પષ્ટતાની જરૂર હતી. ત્યારે મે રાઇડિંગની શરૂઆત કરી. આ દરમિયાન મને પ્રકૃતિને નજીકથી જાણવાનો મોકો મળ્યો. તેને મને સારો અનુભવ થયો.
આ સિરિઝથી અમિત સાધનો હેતુ સ્વસ્થ રાઇડિંગને પ્રોત્સાહન આપવાનો છે. તમને જણાવી દઈએ કે, અમિત સાધે અત્યાર સુધીમાં અમદાવાદ, જોધપુર, જયપુર, દિલ્હી, ચંડીગઢ, લેહ, લદ્દાખ સહિત અનેક જગ્યા પર મુસાફરી કરી ચૂક્યા છે.