Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પરસોત્તમ રૂપાલા V/S પરેશ ધાનાણી : રાજકોટમાં ઈતિહાસ રચાશે કે પુનરાવર્તન થશે…

Mon, June 3 2024

કણકોટ ઇજનેરી કોલેજ ખાતે ૧૨,૬૦,૭૬૮ મતની 149 રાઉન્ડમાં થશે મતગણતરી

રાજકોટ : કાંટે કી ટક્કર જેવી રાજકોટ લોકસભા બેઠકની આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે જેમાં ઇવીએમમાં પડેલા ૧૨,૬૦,૭૬૮ મત તેમજ પોસ્ટલ અને ઇટીબીપીએસ મતોની સરકારી ઇજનેરી કોલેજ કણકોટ ખાતે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 149 રાઉન્ડમાં મતગણના કરવામાં આવશે બપોર સુધીમાં પરિણામ જાહેર થશે. રાજકોટમાં ભાજપના પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે જીત મેળવવા સફળ રહે છે કે પછી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિવાદનો લાભ લઇ બાજી મારશે તેનો ફેંસલો કાલે થશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીએ મતગણતરી અંગે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સવારે ૦૮-૦૦ કલાકે ઈ.વી.એમ. અને પોસ્ટલ બેલેટ બંન્નેની એકસાથે મતગણતરી શરૂ કરવામાં આવશે જેમાં કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી કરાશે, સમગ્ર મતગણતરી પ્રક્રિયા સી.સી.ટી.વી.થી મોનીટરીંગ કરાશે સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારની મતગણતરી માટે બે મતગણતરી ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી હોય ડૉ.પૃથ્વીરાજ (IAS)તેમજ નરહરીસિંધ બાંગર (IAS)ની હાજરીમાં મતગણના કરવામાં આવશે.

વધુમાં ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક માટે ૨૨ રાઉન્ડ, ૭૧-રાજકોટ ગ્રામ્ય માટે ૨૮ રાઉન્ડ, ૬૬-ટંકારા માટે ૨૧ રાઉન્ડ, ૬૮-રાજકોટ પૂર્વ માટે ૧૯ રાઉન્ડ,

૬૯-રાજકોટ પશ્ચિમ માટે ૨૩ રાઉન્ડ, ૭૦-રાજકોટ દક્ષિણમાં  ૧૭ રાઉન્ડ અને ૭૨-જસદણ વિધાનસભા બેઠકમાં ૧૯ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે. દરેક વિધાનસભા મતદાર વિભાગ (૬૬ થી ૭૨) વાઈઝ કુલ સાત હોલમાં ૧૪ × ૭ = ૯૮ ટેબલો પર ઈ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવશે.સાત મતગણતરી હોલમાં સાત નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મતગણતરી હોલમાં ફરજ બજાવશે. અને તેમની દેખરેખ નીચે મતગણતરી કરવામાં આવશે.

રાજકોટ લોકસભા બેઠકમાં કુલ ૨૦૩૬ મતદાન મથકો ખાતે ઉપયોગમાં લેવાયેલા ઈ.વી.એમ.ની કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. જેમાં ૭૧-રાજકોટ ગ્રામ્યમાં સૌથી વધુ ૨૮ રાઉન્ડમાં અને સૌથી ઓછા ૧૭ રાઉન્ડમાં ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં મતગણતરી થનાર છે. પોસ્ટલ બેલેટ માટે અલગ-અલગ બે કાઉન્ટીંગ હોલ રાખવામાં આવ્યા છે. જેમાં કુલ ૨૭ ટેબલો પર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. જેમાં એક ટેબલ ઉપર કુલ ૨૨૪ (તા.૦૩/૦૬/૨૦૨૪ની સ્થિતિએ મળેલા) ETPBS ની મતગણતરી કરવામાં આવશે. (લશ્કરી દળોના મતદારો) તેમજ ૨૬ ટેબલો ઉપર કુલ ૧૨૬૨૧ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે.

લોકસભા બેઠકની મતગણતરી કેન્દ્ર ખાતેની તમામ કામગીરી માટે અંદાજે ૧૫૦૦ જેટલા સિવિલ કર્મચારીશ્રીઓની નિમણૂક અત્રેથી કરવામાં આવી છે. સાથે જ અંદાજે ૬૫૦ જેટલા પોલીસ સ્ટાફની બંદોબસ્ત ડ્યુટી આપવામાં આવી છે. લોકસભા બેઠકમાં રાઉન્ડવાર પરિણામોની જાહેરાત ચૂંટણી પંચના ટ્રેન્ડ સોફ્ટવેર મારફતે કરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠકમાં કુલ ૧૨,૬૦,૭૬૮ મતો પડયા હોય બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ કરી લેવામાં આવશે અને  મતગણતરી બાદ ચૂંટણીમાં વપરાયેલ ઈ.વી.એમ.ને સુરક્ષિત રીતે વેરહાઉસમાં જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મતગણતરીના સ્થળે ઉચ્ચ અધિકારી સહિત તમામ માટે મોબાઈલ લઈ જવો પ્રતિબંધિત છે.

Tags:

BJPcongressdhananiELECTION 2024gujaratloksabha electionpareshparshttomrajkotrupala

Share Article

Other Articles

Previous

દિલ્હી : તાજ એક્સપ્રેસ ટ્રેનની ચાર બોગીમાં લાગી આગ , જુઓ વિડીયો

Next

દિલ્હી સરિતા વિહાર પાસે તાજ એક્સપ્રેસ ટ્રેનની ચાર બોગીમાં આગ લાગી, તમામ મુસાફરો સુરક્ષિત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
13 મિનિટutes પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
1 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
1 કલાક પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

સૌરાષ્ટ્રમાં 16 મહિનામાં 321 કરોડની વીજચોરી પકડાઈ : કચ્છનું અંજાર મોખરે
ગુજરાત
8 મહિના પહેલા
વડીલો હેલ્થ ઈન્સ્યોરન્સ કેમ નથી ઉતરાવતા…?
હેલ્થ
2 વર્ષ પહેલા
વડા પ્રધાન મોદીએ બ્રિક્સના મંચ પર બતાવ્યું તિરંગાનું માન કેવી રીતે જાળવવું
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સોપારી આપી કન્સ્ટ્રકશનના ધંધાર્થી પર હુમલો કરાવનારે ફરી લખણ ઝળકાવ્યા
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર