રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતમાં તપાસ : 5 ગેમઝોન વિરુદ્ધ ગુન્હો નોંધાયો
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે, ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે આદેશ બાદ રાજકોટમાં 8 ગેઇમ ઝોન સામે ફાયર NOC ના હોવાને કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે તો સુરતમાં 5 જેટલા ગેમઝોન વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
રાજકોટમાં 25 મેના રોજ TRP ગેમઝોનમાં આગ લાગવાથી 28 લોકોના મોત નીપજ્યા હતા ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે કે જેની પાસે ફાયર એનઓસીના હોય તેની સામે ગુનો નોંધવામાં આવે ત્યારે સુરતમાં કુલ 5 જેટલાં ગેમઝોન વિરુદ્ધ પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પોલીસ, DGVCL, અને ફાયર વિભાગો દ્વારા શહેરના અલગ-અલગ ગેમઝોનમાં ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં જરૂરી દસ્તાવેજ, ઇલેક્ટ્રીકલ પાવર સંબધીત જરૂરી ચકાસણી, ફાયરના સાધનોની ક્ષતિ જણાતા કુલ 11 ગેમઝોનને સીલ કરવામાં આવ્યું હતું. 5 જેટલાં ગેમઝોનમાં ગેરરીત જણાઈ આવતા તેમના સંચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. તમામ ગેમઝોન રાંદેર, પાલ, વેસુ અને ઉમરા વિસ્તારના છે ત્યારે આઇપીસી કલમ 336 તેમજ જીપીએક્ટ કલમ 131 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે