બંગાળ અંગે વડાપ્રધાને શું આગાહી કરી ? જુઓ
વડાપ્રધાન મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ આ વખતે બંગાળની ચૂંટણીમાં અસ્તિત્વ માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અમારી પાસે ત્રણ બેઠકો હતી પરંતુ ત્યારપછીની ચૂંટણીમાં બંગાળની જનતા અમને 80 પર લઈ ગઈ. છેલ્લી ચૂંટણીમાં અમને જંગી બહુમતી મળી હતી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ ભાજપ માટે સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બનવા જઈ રહ્યું છે. ભાજપને સૌથી વધુ સફળતા પશ્ચિમ બંગાળમાં જ મળી રહી છે. ત્યાંની ચૂંટણી એકતરફી છે.
ગઠબંધને બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું’
મોદીએ વાતચીતમાં કહ્યું, “મારે મારા એસસી , એસટી , ઓબીસી અને અત્યંત પછાત ભાઈ-બહેનોને ચેતવણી આપવી છે, કારણ કે તેમને અંધારામાં રાખીને ઈન્ડિયા ગઠબંધનના લોકો લૂંટ ચલાવી રહ્યા છે. ચૂંટણી એ એવો સમય છે જ્યારે સૌથી મોટું સંકટ આવી શકે છે. મારે દેશવાસીઓને જાણ કરવી છે કે બે વસ્તુઓ થઈ રહી છે – બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
‘શૈક્ષણિક સંસ્થાઓએ લઘુમતી સંસ્થાઓ બનાવી’
એમણે વધુમાં કહ્યું કે જેઓ પોતાને દલિતો અને આદિવાસીઓના શુભચિંતક કહે છે તેઓ વાસ્તવમાં તેમના કટ્ટર દુશ્મન છે. રાતોરાત તેઓએ શૈક્ષણિક સંસ્થાઓને લઘુમતી સંસ્થાઓમાં રૂપાંતરિત કરી અને તેમાં અનામત નાબૂદ કરી… દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં તમામ આરક્ષણો નાબૂદ કરવામાં આવી. બાદમાં બહાર આવ્યું કે લગભગ 10 હજાર એવી સંસ્થાઓ છે જ્યાં પાછલા બારણેથી એસસી, એસટી, ઓબીસીના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે.” પીએમ મોદી આરક્ષણ ખતમ કરી દેશે તેવા વિપક્ષના આરોપ પર મોદીએ કહ્યું કે તેઓએ (વિપક્ષી પાર્ટીઓ) આ પાસ કર્યું છે અને હું તેની વિરુદ્ધ બોલું છું અને તેથી તેઓએ જૂઠ બોલવા માટે આવી બાબતોનો આશરો લેવો પડશે.
અરવિંદ કેજરીવાલે બંધારણ વાંચવાની સલાહ આપી
પીએમ મોદીએ તેમને જેલમાં મોકલ્યા હોવાના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આરોપ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ લોકો બંધારણ વાંચે, દેશના કાયદા વાંચે તો સારું રહેશે, મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. “
