અમદાવાદ : બોલીવુડના કિંગ ખાનને લૂ લાગવાથી KD હોસ્પિટલમાં કરાયા દાખલ
ગુજરાતમાં હાલ પ્રચંડ ગરમીને હાહાકાર મચાવી દીધો છે ત્યારે બોલીવુડના અભિનેતા કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનને પણ ગરમીની અસર થઈ હતી જેના લીધે તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ક્વોલીફાયર 1 ની મેચ રમાઈ હતી જે મેચ જોવા માટે શાહરુખ ખાન પણ આવ્યા હતા ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર તેમને લુ લાગી ગઈ હતી જેના કારણે અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.
અમદાવાદમાં કાળઝાળ ગરમીના પગલે અભિનેતાને લૂ લાગી ગઇ હતી અને ડીહાઈડ્રેશન થયું હતું. જેથી તેમને સારવાર અર્થે આજે બપોરે ૧ વાગ્યે કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાનની સહમાલિકીની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સની ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝ હૈદરાબાદ સામે મેચ હતી. આ મેચમાં કોલકત્તાની 8 વિકેટથી જીત થઈ હતી.