અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ઓટીટી પર રિલીઝ થવા તૈયાર
ભારતીય ફૂટબોલ સ્ટારના જીવન પર આધારિત આ ફિલ્મના થયા હતા ખૂબ વખાણ
હાલમાં અજય દેવગણ પોતાની ફિલ્મોને લઈને છવાયેલો છે. તેની ઉપરા ઉપરી બે ફિલ્મ આવી છે જેમાં એક છે શૈતાન અને બીજી છે મૈદાન. અજય દેવગણની શૈતાન ઓટીટી પર રિલીઝ થઈ ગઈ છે જ્યારે હવે મૈદાન ઓટીટી પર આવી રહી છે.
અજય દેવગણની મૈદાન ફિલ્મની વાર્તાની વાત કરવામાં આવે તો આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા છે. આ ફિલ્મમાં ફૂટબોલના જાણીતા પ્લેયર સઇદ અબ્દુલ રહીમની વાર્તા દેખાડવામાં આવી છે. અબ્દુલ રહીમે ભારતીય ફૂટબોલ ટીમમાં પોતાનું ઘણું જ યોગદાન આપ્યું હતું. ફિલ્મમાં એમના સંઘર્ષને દેખાડવામાં આવ્યો છે. જેના ખૂબ જ વખાણ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અજયની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ જી-5 પર સ્ટ્રીમ થશે. રિપોર્ટસનું માનવામાં આવે તો આ ફિલ્મ ઓટીટી પર જૂનના પહેલા અથવા બીજા અઠવાડીયામાં રિલીઝ થશે. જો કે હાલમાં કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, મૈદાન ઈદના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ હતી. તેની ટક્કર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં સાથે થઈ હતી. તેમ છતાં અજય દેવગણની મૈદાને બોક્સ ઑફિસ પર 50 કરોડનું કલેક્શન કર્યું હતું.
