નીટ પરીક્ષા ચોરી કૌંભાડમાં રોય ઓવરસીઝના માલિકની ધરપકડ
નીટ પરીક્ષા ચોરી કૌંભાડમાં રોય ઓવરસીઝના માલિકની ધરપકડ
પંચમહાલના ગોધરા ખાતે પ્રકારમાં આવેલા નીટ પરીક્ષા ચોરી કૌંભાડમાં વડોદરાથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા SOG પોલીસે પરશુરામ રોયની તેના ઓફિસથી ધરપકડ કરી હતી. પરશુરામ રોય, રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક છે. નીટની પરીક્ષા ચોરી કૌભાંડમાં તેમનુ પણ નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા SOG પોલીસ પણ જોડાઈ છે.
