એપ્રિલમાં સર્વિસ સેક્ટરની ગતિ ધીમી, છતાં 14 વર્ષમાં સૌથી મજબૂત
બિઝનેસ કોન્ફિડન્સ લેવલ 3 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો
માર્ચની સરખામણીમાં એપ્રિલ 2024માં સર્વિસ સેક્ટરની ગતિ થોડી ધીમી પડી હતી. સોમવારે એસએન્ડપી ગ્લોબલ દ્વારા સંકલિત એચએસબીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘ઇન્ડિયા સર્વિસિસ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ’ માર્ચમાં 61.2 થી ઘટીને એપ્રિલમાં 60.8 પર આવી ગયો છે. જોકે, એવો અંદાજ હતો કે એપ્રિલમાં સર્વિસીસ પીએમઆઈ વધીને 61.7 થશે, પરંતુ એવું થયું નહીં. આમ છતાં સર્વિસ સેક્ટર 14 વર્ષના હાઇ સ્કોર પર છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મજબૂત સ્થાનિક અને વિદેશી માંગને કારણે બિઝનેસ કોન્ફિડન્સ લેવલ ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે અને તેના કારણે પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ પર વધુ અસર થઈ નથી.
લગભગ 14 વર્ષની ઊંચી સપાટીએ
સેવાઓના પીએમઆઈ માં ઘટાડો થયો હોવા છતાં, ડેટા દર્શાવે છે કે તે હજુ પણ છેલ્લા 14 વર્ષમાં બીજા નંબરની સૌથી મોટી વૃદ્ધિ છે.
સર્વિસ પીએમઆઈ સતત 33મા મહિને એટલે કે ઓગસ્ટ 2021 સુધી 50ના સ્તરથી ઉપર રહ્યો છે. જે દર્શાવે છે કે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ સતત વિસ્તરી રહી છે. પીએમઆઈ ની ભાષામાં, 50 થી ઉપરનો સ્કોર એટલે પ્રવૃત્તિઓમાં વિસ્તરણ અને 50 થી નીચેનો સ્કોર એટલે સંકોચન.
તાજેતરના મેન્યુફેક્ચરિંગ ડેટામાં પણ મજબૂત માંગને કારણે વૃદ્ધિ પર બહુ અસર જોવા મળી નથી. એ જ રીતે, સાનુકૂળ બજારો અને મજબૂત માંગએ સર્વિસીસ પીએમઆઈ ન્યૂ બિઝનેસ સબ-ઇન્ડેક્સને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ધકેલી દીધો, જે લગભગ 14 વર્ષમાં ત્રીજા સૌથી વધુ છે.