માત્ર ૧૧ મિનિટની આ હોરર શોર્ટ ફિલ્મ તમારો મગજ સુન્ન કરી દેશે
હોરર શોર્ટ ફિલ્મ ‘હેપ્પી એન્ડીંગ’ જીઓ સિનેમા પર તમે ફ્રીમાં જોઈ શકો છો
સિનેમા અને ઓટીટી પ્લેટફોર્મ પર હોરર ફિલ્મોની રેસ લાગી છે. આ વચ્ચે એક શોર્ટ હોરર મૂવી આવી છે. જેણે ધમાલ મચાવી છે. માત્ર ૧૧ મિનિટની જ આ શોર્ટ ફિલ્મમાં બે હિરોઈન છે અને ફક્ત એક જ રૂમમાં આ ફિલ્મને શુટ કરવામાં આવી છે અને તેમાં ન બરાબર ડાયલોગ છે. આ ફિલ્મનું નામ છે ‘હેપ્પી એન્ડીંગ’.
‘હેપ્પી એન્ડીંગ’ એક ૧૧ મિનિટની હેલોવીન સ્પેશયલ હોરર શોર્ટ ફિલ્મ છે. જેને અનિલ બાજપેઈએ ડાયરેક્ટ કરી છે અને મુસ્તાક શેખ તેના રાઇટર છે. મુસ્તાકે આ પહેલા ઓમ શાંતિ ઓમ, રા.વન, બિલ્લુ, રંગરેઝ જેવી અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી છે.
આ શોર્ટ ફિલ્મમાં બે હિરોઈન નલિની નેગી અને ઈશિતા ગાંગુલીએ કામ કર્યું છે. સિરીઝની શરૂઆત એક રૂમમાં બેઠેલી એક યુવતીથી થાય છે. રાતના અંધારામાં તેને કોઇકનો પડછાયો દેખાય છે. તે યુવતી ધીમે ધીમે તે પડછાયા તરફ આગળ વધે છે. ત્યારે જ જોવા મળે છે કે, બીજી યુવતી ટીવીમાં કોઈ હોરર શો જોઈ રહી હોય છે. તે પણ આવો જ અનુભવ કરે છે. પછી બંને એક પડછાયા તરફ આગળ વધતી દેખાય છે.
આ શોર્ટ ફિલ્મનો ક્લાઇમેક્સ જોઈને તમારા મગજના ઘોડા દોડવા લાગશે. ક્લાઇમેક્સ તમારા મગજને સુન્ન કરી દેશે. આ શોર્ટ ફિલ્મ તમે જીઓ સિનેમા પર ફ્રીમાં જોઈ શકો છો.