હીરામંડીનું ટ્રેલર થયું રિલીઝ.. જુઓ
ભવ્ય શાહી સેટ અને સ્ટાર કાસ્ટના શાહી દેખાવે દર્શકોની વધારી આતુરતા
સંજય લીલા ભણસાલીની આવનારી સિરીઝ ‘હીરામંડી:ધ ડાયમંડ બજાર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરિઝનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે અને શાહી મહોલ્લાની તવાયફોનું જીવન જોઈને તમે હેરાન રહી જશો.
ઓટીટી પ્લેટફોર્મ પણ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે સંજય લીલા ભણસાલીની હીરામંડી સિરિઝનું ટ્રેલર રિલીઝ થયું છે. આ સિરિઝથી મૈગન્મ-ઓપસ ડાયરેક્ટર ઓટીટી પર ડેબ્યૂ કરી રહ્યા છે. હાલ ‘હીરામંડી’ પોતાના ગીતો અને ભવ્ય સેટની સાથોસાથ મોટી સ્ટાર કાસ્ટ સાથે ઈન્ટરનેટ પર તરખાટ મચાવી રહી છે. આ વચ્ચે હવે દર્શકોની આતુરતા વધારવા માટે ‘હીરામંડી’ના મેકર્સે આ સિરિઝનું દમદાર ટ્રેલર રિલીઝ કરી દીધું છે.
આ ટ્રેલરમાં શાહી મહોલ્લામાં રહેવાવાળી તવાયફોની ઝગમગાટ વાળી જિંદગીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. ટ્રેલર જેટલું રોયલ છે તે જોઈને એવો અંદાજ લગાવી શકાય છે કે, આ સિરીઝ કેટલી ધમાલ મચાવશે. આ ટ્રેલર રિલીઝ થતાં જ આ સિરીઝ જોવા માટે દર્શકોની આતુરતા વધી ગઈ છે. ટ્રેલરમાં સ્ટાર કાસ્ટના શાહી લુકથી લઈને શાહી સેટની ઝલક જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે, આ સિરીઝમાં સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, અદિતી રાવ હૈદરી, ઋચા ચઢ્ઢા, અધ્યયન સુમન, શેખર સુમન, ફરદીન ખાન, સંજીદા શેખ, તાહા શાહ બદુશા જેવા સ્ટાર જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ આ સિરીઝ તા.૧મેથી નેટફલિકસ પર સ્ટ્રીમિંગ થશે.