Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ક્ષત્રિય સમાજનું તડ અને ફડ : રૂપાલા તો ધોળે ધરમેય નહી

Wed, April 3 2024

યે તો હોના હી થા….: ભાજપ સરકારના આગેવાનો અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક નિષ્ફળ

તમારે એક રૂપાલા જોઈએ છે કે ગુજરાતના ૭૫ લાખ અને દેશના ૨૨ કરોડ ક્ષત્રિયો ?
માત્ર રાજકોટ નહી પણ આખુ ગુજરાત બનશે યુધ્ધનું મેદાન

  • રૂપાલાની ઉમેદવારી મુદ્દે કોકડું વધુ ગૂંચવાયુ, ભાજપની મૂંઝવણ વધી

રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદનું કોકડું વધુ ગૂંચવાયું છે અને ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક નિષ્ફળ ગઈ છે. પુરુષોત્તમ રૂપાલાએ એક થી વધુ વખત માફી માગી લીધી છે અને તેથી ક્ષત્રિય સમાજે માફી આપી દેવી જોઈએ તેવી ઓફર અને વિનંતી સાથે આજે ગુજરાત સરકાર વતી કેટલાક ક્ષત્રિય આગેવાનો અને આંદોલન કરનારા ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં ક્ષત્રિય આગેવાનો પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા અને રાજકોટની બેઠક ઉપરથી રૂપાલાને હટાવવાની માંગણી યથાવત રાખી હતી. ક્ષત્રિય આગેવાનોએ જો રાજકોટની બેઠક ઉપરથી હટાવવામાં નહી આવે તો તેની અસર ગુજરાતની ૨૬ બેઠક ઉપર પડશે તેવી ચીમકી પણ આપી હતી. આમ ક્ષત્રિયોના અડગ વલણને લીધે હવે ભાજપની મૂંઝવણ વધી ગઈ છે.

આજે અમદાવાદમાં સરકારના પ્રતિનિધિઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સરકારના પ્રતિનિધિ અને રાજ્યના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, અમે સંકલન સમિતિ સમક્ષ સરકારનો અભિગમ રાખ્યો હતો અને કહ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ એકથી વધુ વખત માફી માગી લીધી છે અને પક્ષનાં પ્રદેશ પ્રમુખે પણ હાથ જોડીને વિનંતી કરી છે તેથી હવે ક્ષત્રિય સમાજે પણ રૂપાલાને માફી આપી દેવી જોઈએ. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, અમારી વિનંતીને સંકલન સમિતિએ સ્વીકારી નથી અને સર્વાનુમતે રૂપાલાને હટાવવાની માંગણી કરી હતી. હવે સંકલન સમિતિની વાત અમે સરકાર સમક્ષ મૂકશું.

આ બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના કન્વીનર કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, અમારી માંગણી પહેલા પણ એ જ હતી, અત્યારે પણ એ જ છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. અમારી રૂપાલાની ટીકીટ રદ થાય એ જ માંગણી છે. અમારે ભાજપની નેતાગીરીને એ જ પૂછવું છે કે, તમારે એક રૂપાલાને સાચવવા છે કે ગુજરાતના ૭૫ લાખ અને ભારતભરનાં ૨૨ કરોડ ક્ષત્રિયને સાચવવા છે ?

કરણસિંહ ચાવડાએ કહ્યું હતુ કે હવે કોઇ બેઠક થશે નહીં. કોઈ રાજકીય પક્ષ અમારા પર દબાણ કરી શકશે નહીં. પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવશે. હવે આ યુધ્ધ માત્ર રાજકોટ પુરતું જ મર્યાદિત નહી રહે પણ સમગ્ર ગુજરાત યુધ્ધનું મેદાન બનશે. અમારી આ લડતની અસર તમામ ૨૬ બેઠક ઉપર થશે. રાજકોટમાં ૪૦૦ ભાઈ-બહેનો અપક્ષ ઉમેદવારી નોંધાવશે અને એક મહા સંમેલન પણ બોલાવશે.

મહિલા આગેવાન તૃપ્તિબા રાઓલે કહ્યું હતું કે રાજપૂતોની ઇતિહાસની કુરબાની ભૂલાઈ અને નિવેદનો અપાયા છે. આ સ્વાભિમાનનો સવાલ છે. પણ જો રૂપાલાની ટિકિટ રદ્દ નહિ થાય તો આખો રાજપૂત સમાજ માની લેશે કે ભાજપ રૂપાલા સાથે છે અને યોગ્ય જવાબ આપશે.

આ બેઠકમાં સરકાર વતી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા, હકુભા, કેસરીદેવ સિંહ તથા ક્ષત્રિય સમાજ વતી કોર કમિટીનાં કરણસિંહ ચાવડા, રમજુભા, તૃપ્તિબા રાઓલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

કોણ આવ્યું તિહાર જેલની બહાર ? જુઓ

Next

આજી રિવરફ્રન્ટની ફાઈલ પરથી ધૂળ ખંખેરાઈ: ફરી સર્વે: દિવાળી પૂર્વે ટેન્ડર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
3 કલાક પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
6 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
8 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
9 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

CMના હસ્તે રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શનનું લોકાર્પણ: સ્ક્રીન સામે ઉભા રહેતા જ એક ક્લિકમાં મળશે વડાપ્રધાન સાથેની તસ્વીર
ગુજરાત
4 મહિના પહેલા
રોહિત શર્માના ધ્વજ ફરકાવતા આ ફોટામાં શું ખોટું છે ? જેના પર મચી ગયો હોબાળો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
હવે કરો એક કલાક સુધી ‘ટાઈમપાસ’! પાંચ વર્ષમાં માત્ર ત્રીજીવાર રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષનો પ્રશ્ન પ્રથમ ક્રમે!
ગુજરાત
4 મહિના પહેલા
નેપાળમાં રાજાશાહી સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ : ટીયર ગેસ છોડાયો : કોટેશ્વર, સીનામંગલ અને તીનકુણે વિસ્તારમાં કર્ફ્યું
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર