ઉનડકટના ભાગ્ય ખૂલ્યા: IPL પછી કાઉન્ટી રમશે
હૈદરાબાદ વતી રમ્યા બાદ સીધો ઈંગ્લેન્ડ સસેક્સ ટીમમાંથી રમવા થશે રવાના
સૌરાષ્ટ્ર ટીમના ડાબા હાથનો બોલર જયદેવ ઉનડકટ આ વર્ષે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ઈંગ્લેન્ડના ક્લબ સસેક્સ વતી અંતિમ પાંચ મેચમાં રમશે. ભારત વતી ચાર ટેસ્ટ રમનારા ૩૨ વર્ષીય ઉનડકટે પાછલી સીઝનમાં સસેક્સ વતી કાઉન્ટી ચેમ્પિયનશિપની ૪ મેચમાં ૧૧ વિકેટ ખેડવી હતી. તેની ટીમ ત્યારે ડિવિઝન-૨માં ત્રીજા ક્રમે રહી હતી.
જયદેવે ભારત વતી પોતાની અંતિમ મેચ પાછલા વર્ષે વિન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચના રૂપમાં રમી હતી. સૌરાષ્ટે્ર ૨૦૧૯-૨૦માં તેની આગેવાનીમાં રણજી ટ્રોફી જીતી હતી. પાછલી સીઝનમાં ઉનડકટે લીસ્ટરશર વિરુદ્ધ બીજી ઈનિંગમાં ૬ વિકેટ લઈને પોતાની ટીમને ૧૫ રને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
દરમિયાન તેણે કહ્યું કે કાઉન્ટી ક્રિકેટમાં મને મારાપણાંનો અહેસાસ થાય છે. પહેલી સીઝનમાં મારું પ્રદર્શન સારું રહ્યું હતું અને હવે હું ફરીથી ટીમ સાથે જોડાઈને એવો જ દેખાવ કરવા આતૂર છે. જો કે ઉનડકટ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમતાં પહેલાં આઈપીએલમાં હૈદરાબાદ વતી રમશે.