ગુવાહાટીમાં સીએએ પરની ડિબેટ દરમિયાન વિદ્યાર્થી જૂથો બાખડયા
એબીવીપી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યક્રમ યોજાયો હતો
આસામના ગુવાહાટીમાં સીએએ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આયોજિત ડિબેટ માં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઘર્ષણ થતાં છ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
ગુવાહાટી યુનિવર્સિટી કેમ્પસ ના બિરિંચી કુમાર બરૂઆ ઓડિટોરિયમ ખાતે એબિવિપી દ્વારા સ્ટેટ્સ સ્ટુડન્ટ્સ લીડર કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન અલગ મત ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે થયા બાદ મામલો બિચક્યો હતો. વિદ્યાર્થીઓ સામે મારામારી ઉપર ઉતરી આવતા ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી અને મામલો કાબુમાં લીધો હતો. ઘાયલ થયેલા છ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એબીવીપીના પ્રવક્તા ને જણાવ્યા અનુસાર કેટલાક વિદ્યાર્થીઓએ ડિબેટ રોકવા માટે પ્રયત્ન કર્યો હતો અને બાદમાં મારામારી શરૂ કરી હતી. સામા પક્ષે એબીપીના વિદ્યાર્થીઓએ અલગ મત ધરાવતા વિદ્યાર્થીઓ માટે અપમાનજનક ભાષા પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે સી એ એ નો અમર લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો આસામ સહિત ના તમામ રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. આ અગાઉ આસામ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું.