Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને `વોર્ડપ્રમુખ’ સાથેના સંકલન વિશે પૂછાતાં જ મામલો બિચક્યો…વાંચો શું થયું..

Fri, February 23 2024

મોદીના આગમન પૂર્વે જ શહેર ભાજપના આગેવાનો ‘લડી’ લેવા તૈયાર હોય તેવો માહોલ

બહેન… વડાપ્રધાન આવી રહ્યા છે, જરા ગંભીર બનો

તમારે મારી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના હસ્તે અબજો રૂપિયાના વિકાસકાર્યોના ખાતમુર્હૂત-લોકાર્પણ થવાના છે. બીજી બાજુ વડાપ્રધાનની રેસકોર્સ ખાતે વિશાળ જાહેરસભા અને તેના પહેલાં એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ-શો થવાનો હોય શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ બધાની વચ્ચે જ ટોચના નેતાઓ વચ્ચે ગરમાગરમ શબ્દોની આપ-લે થઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં રાજકીય ગલિયારામાં ચકચાર મચી જવા પામી છે. આ ચકચક શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને રાજકોટ-૬૯ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ વચ્ચે ઝરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે ભાજપના એક ટોચના હોદ્દેદારે નામ ન આપવાની શરતે વોઈસ ઓફ ડે'ને સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવ્યું કે આજે બપોરે મેયર બંગલે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સંગઠન મંત્રી રત્નાકર સહિતનાની હાજરીમાં નેતાઓની એક બેઠક મળી હતી. આ પ્રકારની બેઠક અત્યાર સુધીમાં ચારેક વખત મળી ચૂકી છે જેમાં ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ ગેરહાજર રહ્યા હતા.

બીજી બાજુ શહેર ભાજપ દ્વારા રાજકોટ-૬૯ વિધાનસભાના વોર્ડપ્રમુખ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં વોર્ડપ્રમુખને વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારી અંગે ડૉ.શાહનો ફોન આવ્યો કે નહીં તેવું પૂછાયું હતું જે બાદ એકાદ પ્રમુખે ફોન આવ્યાનું કહ્યું હતું તો બે જેટલા પ્રમુખે કોઈ જ ફોન ન આવ્યાનું કહેતાં જ મેયર બંગલેથી જ ડૉ.શાહને ફોન કરવામાં આવ્યો હતો જેમાં આ પ્રકારની લાપરવાહી અંગે પૂછવામાં આવતાં જ ડૉ.શાહે શહેર પ્રમુખનેતમારે મારી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો’ તેવો જવાબ આપતાં જ થોડી વાર માટે સન્નાટો પ્રસરી ગયો હતો.


જાણવા તો એવું પણ મળ્યું છે કે અત્યાર સુધી મેયર બંગલે કાર્યક્રમની તૈયારીને લઈને ચાર વખત બેઠક મળી ચૂકી હતી જેમાં ડૉ.શાહ ગેરહાજર રહ્યા હતા. આ મુદ્દો પણ ફોન પર ચર્ચાયો હતો.


ચર્ચા તો એવી પણ સંભળાઈ રહી છે કે ધારાસભ્ય ડૉ.શાહે શહેર ભાજપ પ્રમુખને તમે બોલવામાં ધ્યાન રાખો સહિતના શબ્દો પણ કહી દીધા હતા ! જો કે આ વાત વધુ આગળ વધે તે પહેલાં જ ઉપસ્થિત આગેવાનોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડી દીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ભાજપમાં છાશવારે કોઈને કોઈ બાબતે નેતાઓનો અહમ ઘવાઈ જતો હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય હવે આ મામલો પ્રદેશકક્ષાએ પહોંચશે અને ત્યારબાદ નવાજૂની થઈ જાય તો પણ નવાઈ પામવા જેવું નહીં રહે.


પૈસાના ખર્ચની વાત આવે એટલે ડૉ.શાહ
સાઈડ'માં ચાલ્યા જતા હોવાનો ગણગણાટ! બીજી બાજુ શહેર ભાજપ દ્વારા વોર્ડપ્રમુખો સાથેની વાતચીતમાં એવું પણ જાણવા મળ્યું છે કે પક્ષનો કોઈ કાર્યક્રમ હોય અને તેમાં પૈસાનો ખર્ચ કરવાની વાત આવે એટલે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ એકદમસાઈડ’માં ચાલ્યા જાય છે ! આ મુદ્દાની પણ પક્ષે ગંભીર નોંધ લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમારે કોઇ બોલાચાલી થઇ નથી: ડૉ.શાહ
આ અંગે `વોઈસ ઓફ ડે’ દ્વારા ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે મારે અને મુકેશભાઈ દોશીને કોઈ જ પ્રકારની બોલાચાલી થઈ નથી. મેયર બંગલે પાર્ટી સંકલનની બેઠક હતી જેમાં મેં હાજરી આપી હતી અને વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની ચર્ચા સિવાય બીજી કોઈ જ પ્રકારની વાત થઈ નથી.

વાત ક્યાંથી બગડી?
આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરાતાં એવું પણ જાણવા મળ્યું શહેર ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમમાં રાજકોટના ચારેય ધારાસભ્યોને તેમના વિસ્તારમાંથી ૨૫-૨૫ હજાર લોકોની મેદની સભામાં એકઠી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. શહેર પ્રમુખ દોશી દ્વારા આ મામલે સમયસર ફોલોઅપ પણ લેવાઈ રહ્યું હતું. જો કે વોર્ડ પ્રમુખ સાથે ફોલોઅપ લેવાઈ ગયું છે તેવું ટેલિફોન પર પૂછતાં તેમણે કહ્યું હતું કે હા, વાત થઈ ચૂકી છે. જો કે આ બાબતે શહેર ભાજપે ક્રોસ ચેકિંગ' કરતાં ડૉ.શાહનો વોર્ડપ્રમુખોને કોઈ જ ફોન ન આવ્યાની વાત બહાર આવતાં મામલો ગરમાયો હતો અને પછી મુકેશ દોશીએ ડૉ.શાહનેગંભીર’ બનવા કહ્યું હતું.

મામલાને વિકૃત' બનાવાયો: દોશી શહેર ભાજપ પ્રમુખેવોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ સાથે મારે કોઈ જ પ્રકારનો અણબનાવ નથી અને અમે તો પરિવારના સભ્યો છીએ. કોઈ દ્વારા આ મામલાને જાણીજોઈને વિકૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બાકી અમારા વચ્ચે કોઇ જ વિવાદ નથી.

Share Article

Other Articles

Previous

આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ: પીચ જોઈ સ્ટોક્સ ડરી ગયો !

Next

સરકારનું તુઘલખી ફરમાન: બધા જ ઓળખકાર્ડમાં નામ-સ્પેલિંગ સરખા નહીં હોય તો અમાન્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
15 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
15 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
15 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
15 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

કેન્દ્ર સરકારની તિજોરી ફરી છલોછલ, જૂનમાં રૂપિયા 1.85 લાખ કરોડનું જીએસટી કલેક્શન
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
પોલીસ હૉકી ટૂર્નામેન્ટ સંપન્નમહિલાઓમાં જજઇ,પુરૂષોમાં પંજાબ ટીમ ચેમ્પિયન
રાજકોટ
6 મહિના પહેલા
આજે વળી સોનાના ભાવમાં ભડકો, જુઓ કેટલા વધ્યા ભાવ
ગુજરાત
2 વર્ષ પહેલા
ટેકાના ભાવે ખરીદી માટે મુદતમાં વધારો : હવે તા. ૧૧ નવેમ્બર સુધી નોંધણી, લાભ પાંચમ બાદ ખરીફ પાકોની ખરીદી શરુ કરાશે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર