રાજકોટને જોઈ જૂના ચેન્નાઈની યાદ આવી: ડેનિયલ બાલાજી
ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવતા એક્ટર ડેનિયલ `વોઈસ ઓફ ડે’ના મહેમાન બન્યા
મે માસમાં રિલિઝ થઈ રહેલી સાઉથની ફિલ્મ બી.પી. ૧૮૦ રાજકોટના નિર્માતા દ્વારા નિર્માણ પામી
આગામી મે માસમાં રિલીઝ થવા જઈ રહેલી તમિલ ફિલ્મ બી.પી. ૧૮૦માં મુખ્ય વિલનની ભૂમિકા કરનાર ડેનિયલ બાલાજીએ વોઈસ ઓફ ડે'ની મુલાકાત લીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત જ હું ગુજરાતની મુલાકાતે આવ્યો છું પરંતુ ભોળાનાથનો ભક્ત હોવાથી સોમનાથ અને દ્વારકા નજીક નાગેશ્વર દાદાના દર્શન કરવા જવાનો છું. ગુજરાતી નિર્માતા સાથે કામ કરવાના અનુભવને તેમણે ખુબ જ સારી રીતે વર્ણન કર્યું હતું અને જણાવ્યું કે ગુજરાતી લોકોમાં લાગણી ભરપૂર હોય છે અને ખાસ કરીને બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યો છું ત્યારે અહીંના લોકો અતિથ્થભાવથી હું પ્રભાવિત થયો છુ. ગુજરાતી ફૂડ દુનિયાભરમાં વખણાય છે ત્યારે મને રાજકોટના ગાંઠિયા મેં પહેલી વખત ખાધા અને તેનો સ્વાદ જીભે લાગી ગયો હતો. મુળ દક્ષિણ ભારતીય હોવાથી તેમને તમિલ, તેલુગુ ભાષા વધુ સમજાય છે પરંતુ ગુજરાતી નિર્માતા સાથે ફિલ્મમાં કામ કર્યા બાદ હવે તેઓ ગુજરાતી સમજતા થયા છે.
વોઈસ ઓફ ડે’ની મુલાકાતે નિર્માતા અતુલ બોસમીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ હાલ તમિલમાં રજૂ કરાશે ત્યારબાદ તે હિન્દીમાં ડબિંગ કરાશે અને ભવિષ્યમાં રાજકોટમાં આ ફિલ્મનો પ્રિમિયર શો રખાશે
રાજકોટની વાનગીઓ દાઢે વળગી: ડેનિયલ બાલાજી
મુળ ચેન્નાઈના વતની અને સાઉથની અનેકવિધ ફિલ્મમાં વિલન તરીકે કામ કરી ચૂકેલા ડેનિયલ બાલાજીએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું અત્યાર સુધીમાં ૪૫થી વધુ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છું અને હું મહાદેવનો પરમ ભક્ત છું અને ફિલ્મમાંથી મળતી ઈન્કમમાંથી થોડા પૈસા મંદિરમાં દાન કરું છું. મેં ચેન્નાઈમાં એક મંદિરનું પણ નિર્માણ કર્યું છે. આગામી વર્ષોમાં મારે પણ ગુજરાતી ફિલ્મ બનાવી છે તેવી આશા વ્યક્ત કરી હતી. રાજકોટમાં મને ગાંઠિયા, ઢોંકળાનો સ્વાદ જીભે વળગ્યો હતો અને ગુજરાતી લોકોની મહેમાનગતિ જોઈને હું પ્રભાવિત થયો છું.