પુનામાં મુથા નદી ઉપર મચ્છરોનો ટોર્નેડો…જુઓ ચોંકાવનારો વિડીયો
પૂણે શહેરમાંથી પસાર થતી મુથા નદીની ઉપર ‘મચ્છરોનો ટોર્નેડો’ જેવી એક અનોખી ઘટના જોવા મળી છે. સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મચ્છરોનો ટોર્નેડો ખરાદીના કેશવનગરમાં મુથા નદીની ઉપરનો છે.
ભારતીય વાયુસેનાના એક પૂર્વ અધિકારીએ X પર ‘મચ્છરોનો ટોર્નેડો’નો વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શનમાં આવીને મચ્છરો પર કંટ્રોલ મેળવવા માટે પગલાં લઈ રહ્યું છે.
વીડિયોમાં નદીના કિનારે મચ્છરોનું આખું ટોળું ભેગું થઈને ઉંચે ઉડતું જોવા મળી રહ્યું છે.વીડિયો વાયરલ થયા બાદ તરત સફાઈ હાથ ધરવામાં આવી હતી.