ધોનીએ નાનપણના મીત્રની દુકાનનું સ્ટીકર બેટ પર લગાવ્યું
મહેન્દ્રસિંહ ધોનીએ આગામી આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે. ધોની અત્યારે રાંચીમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. દરમિયાન તેના બેટ પર લાગેલું એક સ્ટીકર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ધોની નેટસ પર જે બેટથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો તેના પર `પ્રાઈમ સ્પોર્ટસ’નું સ્ટીકર લાગેલું છે. આ સ્ટીકર ધોનીના નાનપણના મીત્રની દુકાનનો પ્રચાર કરવા માટે લગાવાયું છે. ધોની ઘણી વખત બતાવી ચૂક્યો છે કે નાનપણથી તેને કેટલા લોકોનું સમર્થન મળ્યું છે અને એ મીત્રોનો પ્રેમ હજુ પણ યથાવત છે. ધોનીને પોતાના મીત્રની મદદથી જ પહેલી વખત કરિયરમા બેટ સ્પોન્સર મળ્યું હતું.