પાકિસ્તાનમાં શા માટે થયા રમખાણ… વાંચો
પાડોશી દેશ પાકિસ્તાનમાં પહેલાથી જ બે ટીમની રોટી માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે અને હવે એમની ધીરજ ખૂટી ગઈ છે. સરકારે સબ્સિડીવાળા ઘઉના ભાવમાં વધારો કર્યા બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને પાકિસ્તાનમાં રોટી રમખાણ શરૂ થયું છે. હજારો લોકોએ સડકો પર આવી જઈને તોફાન મચાવ્યું હતું અને તોડફોડ કરી હતી.
હજારો લોકો ગિલગિટ- બાલતિસ્તાનમાં સડકો ઉપર ઉતરીને દુકાનો બંધ કરાવી દીધી હતી અને તમામ જિલ્લાઓમાં ચક્કાજયાં કરાવી દીધો હતો. આ દેખાવો આક્રમક બનતા પોલીસને બાજી હાથમાં લેવી પડી હતી. આ ઘટનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
પાકિસ્તાનના અનેક શહેરોમાં લોકોએ આક્રોશ વ્યક્ત કરવા માટે રેલીઓ કાઢી હતી અને સરકાર સામે નારાબાજી કરી હતી. બધી જ દુકાનો બંધ થઈ જતાં કર્ફ્યૂ જેવી હાલત થઈ ગઈ હતી. ચક્કાજામને લીધે સરકારી અને ખાનગી ઓફિસોમાં હાજરી પાંખી રહી હતી.
