ભાજપે દીલ્હીમાં આપના એમએલએંને શું કરી ઓફર ? જુઓ
- કોણે આરોપ મૂક્યો ?
લોકસભાની ચુંટણી પહેલા રાજકીય પક્ષો વચ્ચે આરોપોના આદાન પ્રદાનની રમત શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના મંત્રી આતીશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે ‘ઓપરેશન લોટસ 2.0’ શરૂ કર્યું છે, અને દિલ્હીમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી આપ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે આપના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. એક સભ્યને રૂપિયા 25 કરોડની ઓફર કરાઇ છે.
આ ઉપરાંત આતીશીએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘ભાજપે અમારા ધારાસભ્યોને કહ્યું છે કે કેજરીવાલની ધરપકડ બાદ આપ ધારાસભ્યોમાં ભાગલા પડી જશે.’ ભાજપ અમારા 21 ધારાસભ્યોના સંપર્કમાં છે, જેમનો ઉપયોગ કરીને તેમનો ઉદ્દેશ્ય દિલ્હી સરકારને પછાડવાનો છે.
આતીશીએ જણાવ્યું હતું કે તે સાત ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. ઓપરેશન લોટસ એ એક વ્યૂહરચના છે જેનો ઉપયોગ ભાજપ દ્વારા એવા રાજ્યોમાં સત્તામાં આવવા માટે થાય છે જ્યાં તેઓ લોકતાંત્રિક રીતે ચૂંટાયા નથી. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ તેના ઉદાહરણ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે હાલમાં જ, ભાજપે અમારા દિલ્હીના સાત ધારાસભ્યોનો સંપર્ક કરીને કહ્યું છે કે તેઓ થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરશે. ત્યારબાદ ધારાસભ્યોને તોડશે. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. બીજા સાથે પણ વાતચીત ચાલી રહી છે. ત્યારપછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી શકો છો. 25 કરોડ આપીશું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડાવીશું.