અમેરિકામાં 23 વર્ષના યુવાને જુઓ કેટલા લોકોની હત્યા કરી
અમેરિકામાંઇસના જોલીએટ ગામમાં 23 વર્ષના રોમિયો નાન્સ નામના યુવાને ત્રણ અલગ અલગ સ્થળે કુલ આઠ લોકોની હત્યા કરી હતી. બધા મૃતકો એક જ પરિવારના સભ્ય હોવાનું માનવામાં આવે છે.બાદમાં એ યુવાને પોતે પણ આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ જોલીએટ ટાઉનશીપ માં એક મૂળ નાઈજીરીયન શખ્સની હત્યા કરેલી લાશ મળી આવી હતી. એ હત્યા રોમિયો એ કરી હોવાની શંકા મજબૂત બનતા પોલીસ તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે ત્યાંથી વધુ પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. બાદમાં નજીકના એક મકાનમાંથી હત્યા કરાયેલી વધુ બે લાશ મળી હતી. એ દરમિયાન ટેક્સાસના નાતાલિયા નજીક પોલીસે હત્યારાને ઘેરી લેતા તેણે જાતે જ ગોળી છોડીને આપઘાત કરી લીધો હતો.