રામલલ્લાને શેનું તિલક કરવામાં આવશે ? વાંચો
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાંની ધાર્મિક વિધિ ચાલી રહી છે અને 22 મી જાન્યુઆરી માટેની તૈયારીઓ હવે પૂરી થઈ ગઈ છે ત્યારે રામ લલ્લા માટે ખાસ ચીજો એકત્ર કરવામાં આવી રહી છે. મૂર્તિને તિલક કરવા માટે પણ અનોખી તૈયારી કરવામાં આવી છે.
સંચાલકોએ એવી માહિતી આપી હતી કે રામ લલ્લાને કશ્મીરના ખાસ કેસરથી તિલક કરવામાં આવશે અને રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા કેસર વિશ્વ હિન્દુ પરિષદને સુપરત કરી દેવામાં આવ્યું છે. આ કેસર ખાસ છે અને તેની પવિત્રતા તેમજ ખુશ્બુ સૌથી અલગ અને પ્રભાવક હોય છે.
કાશ્મીરી કેસરનો ઉપયોગ અનેકવાર ધાર્મિક ક્રિયાઓ માટે કરવામાં આવે છે. આ માટેનો નિર્ણય પહેલા જ લેવાઈ ગયો હતો અને તેની વ્યવસ્થા કરી લેવામાં આવી હતી.