બંગાળમાં થયેલા હુમલાને લઈ ED નું પ્રથમ નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર થયેલા હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. EDએ કહ્યું કે અમારી ટીમ પર 800 થી 1000 લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ મોબાઈલ, લેપટોપ અને રોકડની લૂંટ ચલાવી હતી.
EDએ કહ્યું, “ED પશ્ચિમ બંગાળ PDS કૌભાંડ કેસમાં ઉત્તર 24 પરગણા TMCના કન્વીનર શાહજહાં શેખના 3 પરિસરમાં સર્ચ કરી રહ્યું હતું.” સર્ચ દરમિયાન EDની ટીમ અને CRPFના જવાનો પર 800-1000 લોકોએ તેમની હત્યા કરવાના ઈરાદે એક કોમ્પ્લેક્સમાં હુમલો કર્યો હતો, કારણ કે આ લોકો લાકડીઓ, પથ્થરો અને ઈંટો જેવા હથિયારોથી સજ્જ હતા.
EDએ વધુમાં કહ્યું કે, “આ ઘટનામાં EDના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.” ઘાયલ ED અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંસક ટોળાએ ED અધિકારીઓના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ, પાકીટ વગેરે જેવી અંગત અને સત્તાવાર વસ્તુઓ પણ છીનવી/લૂંટ/ચોરી કરી. EDના કેટલાક વાહનોને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું.