ભારત-આફ્રિકા ટેસ્ટ -2 : ભારતની સ્થિતિ સારી, પ્રથમ દિવસે બે ઈનીગ પૂરી થઈ
23 વિકેટો પડી, આફ્રિકા -1 લી ઇનિંગ -55 , ભારત 1 લી ઈનીગ -153, આફ્રિકા 2 જી ઈનીગ-62/3: ભારતે પ્રથમ ઇનિંગમાં 11 દડામાં 6 વિકેટ ગુમાવી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના બીજા અને ફાઇનલ ટેસ્ટ મેચના 1 લા દિવસે બે ઇનિંગ સમાપ્ત થઈ હતી અને 23 વિકેટો પડી હતી. આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 55 રનમાં તંબૂભેગી થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 153 રન કર્યા હતા અને 98 રનની લીડ મેળવી હતી. જો કે ભારતે 11 દડામાં 6 વિકેટો ગુમાવી દીધી હતી અને ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વાર જ આવું બન્યું છે.
ત્યારબાદ બીજી ઇનિંગમાં પ્રથમ દિવસની રમતના અંતે પણ આફ્રિકનો નબળા રહ્યા હતા અને 3 વિકેટના ભોગે 62 રન કર્યા હતા. પ્રથમ ઈનીગમાં સિરાજે તોફાન મચાવ્યું હતું અને 6 વિકેટ ઝડપી હતી. આમ અત્યારે ભારતની સ્થિતિ સારી છે અને મેચનું ભારત તરફી પરિણામ આવી શકે છે. ભારત હજુ પણ 36 રનથી આગળ છે.
આફ્રિકા વતી મારકરમ અને બેડીધમ રમતમાં હતા. મેચના પ્રથમ દિવસે કૂલ 23 વિકેટો પડી હતી. કેપટાઉનમાં પેસરોને ભારે સફળતા મળી છે.