અયોધ્યા નગરીમાં પૂ.ભાઈશ્રીની ‘ભાગવત કે રામ’ કથાની તડામાર તૈયારી
રાજ્યસભાના સાંસદ અને કથાના મુખ્ય યજમાન રામભાઇ મોકરિયા `વોઇસ ઓફ ડે’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટના રેસકોર્સ મેદાનમા ઉભી થનારી અયોધ્યા નગરીમા આગામી તા. ૧૭ થી ૨૪ દરમિયાન ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝાની “ભાગવત કે રામ ” કથા યોજાવાની છે અને તેના મુખ્ય યજમાન રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા અને તેમનો પરિવાર છે.આજે રામભાઈ મોકરિયા અને ભાજપના કાર્યાલય મત્રી હરેશભાઈ જોશી વોઈસ ઓફ ડેની મુલાકાતે આવ્યા હતા અને આ કથાનુ વિધિવત આમત્રણ આપ્યુ હતુ.

આ કથા માત્ર કથા જ ન બની રહેતા અનેક કાર્યક્રમો પણ રાખવામા આવ્યા છે. રામભાઈ મોકરિયાએ કહ્યુ હતુ કે, આ કથા જાહેર જનતા માટે છે અને કોઈ પણ ભાવિક કથા શ્રવણ માટે આવી શકે છે. કથાના આ દિવસો દરમિયાન ચૌધરી હાઈસ્કુલમા સમૂહ લગ્ન યોજવાના છે. સાથોસાથ તા. ૨૨મીએ અયોધ્યામા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થાય ત્યારે કથા મડપમા પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેકની ઉજવણી પણ થશે. આ કથા દરમિયાન રોજ જુદા જુદા કલાકારોના કાર્યક્રમ પણ યોજાવાના છે.

આ કથાનુ શ્રવણ કરવા માટે દેશ-વિદેશમાથી ભક્તો રાજકોટ આવવાના છે અને રામભાઈ મોકરિયાએ જાહેર જનતાને આ કથાનો લાભ લેવા આમત્રણ આપ્યુ છે.