કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની કરી નિમણૂક : રાજકોટમાં લલિત વસોયા
ગાંધીનગર
ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત અને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ છે. ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી અને આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરાઇ છે. તો ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.