મિઝોરમમાં સપાટો બોલાવનાર ઝેડપીએમના નેતા લાલદુહોમા પહેલા શું હતા ? વાંચો
મિઝોરમમાં ઝેડપીએમ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ પણ અહીં ત્રિકોણીય મુકાબલાની ચર્ચા કરવામાં આવી રહી હતી. એક્ઝિટ પોલમાં પણ હંગ એસેમ્બલીનું અનુમાન લગાવવામાં આવ્યુ હતું પરંતુ લાલદુહોમા અને તેમની પાર્ટીએ તમામ અટકળોને નકારી દીધી છે.
લાલદુહોમા આ મોટી જીત બાદ હવે સીએમ બનવાની તૈયારી કરી રહ્યા છે. એક પ્રશાસનિક અધિકારી બનવાથી લઈને રાજ્યના સીએમ પદના દાવેદાર બનવા સુધીની લાલદુહોમાની સફર એટલી સરળ નથી રહી.
લાલદુહોમાં મિઝોરમના યુવાઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી મિઝોરમના વિકાસ અને રાજ્યને કોંગ્રેસ અને MNFથી મુક્તિ અપાવવાની વાત કહેતા આવી રહ્યા છે. લાલદુહોમાં 1977માં IPS બન્યા અને ગોવામાં એક સ્કવોડ લીડરના રૂપમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે તસ્કરો પણ અનેક કાર્યવાહી કરી હતી. આ કારણોસર તેઓ નેશનલ મીડિયામાં છવાયા. તેમના સારા કામને ધ્યાનમાં રાખી 1982માં તેમને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે તૈનાતી આપવામાં આવી હતી. તેઓ 1984 માં કોંગ્રેસમાં આવ્યા અને સાંસદ બન્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ છોડી પોતાની પાર્ટીની સ્થાપના કરી હતી.