Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શાસકો ઇંડા-નોનવેજ વેપારના વિરોધી છતાં ધંધો ચાલે છે કોના `આશીર્વાદ’થી?

Wed, November 29 2023

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,
શાસક નેતા, દંડક, મ્યુનિ.કમિશનરે ગંભીર' બનવું અત્યંત જરૂરી નહીંતર ઠેર-ઠેર ઉભી થશે ઈંડાબજાર’-લોકમત: શા માટે મનપાની ફૌજને મેદાને ઉતારવાની તસ્દી લેવાતી નથી?

ક્યારેક પદાધિકારીઓ ઈંડા-નોનવેજની રેંકડીઓ પાસેથી પસાર થાય તો તેમને ખબર પડે કે હાલત કેવી છે ? માત્ર રેંકડી ઉપાડી લેવા પૂરતી નહીં, મંજૂરી વગર ઉભા જ ન રહે તેવી કાર્યવાહી જરૂરી

ઈંડા-નોનવેજ…આ બે શબ્દ સાંભળવા મળે એટલે ૧૦૦માંથી અંદાજે ૮૫ લોકો નાકનું ટીચકું ચડાવી લેશે તેની ૧૦૦% ગેરંટી !! વૉઈસ ઑફ ડે' દ્વારા પ્રજાની લાગણી અને માગણીને માન આપીને ઈંડા-નોનવેજની ગેરકાયદેસર ખડકાઈ ગયેલી રેંકડીઓ-દુકાનો સામેઅવાજ’ ઉઠાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેનો બીજો એપિસોડ આજે પ્રસિદ્ધ થયો છે. સત્તાવાર રીતે જાણવા મળેલી વિગતો પ્રમાણે મહાપાલિકાના એકેય પદાધિકારી શહેરમાં ઈંડા-નોનવેજની લારી-દુકાનને લાયસન્સ ઈશ્યુ થાય તેની તરફેણમાં નથી આમ છતાં શહેરમાં અત્યારે દરેક વિસ્તારમાં આડેધડ રીતે આ ધંધો ગેરકાયદેસર થઈ રહ્યો છે જે કોના આશીર્વાદથી ચાલી રહ્યો હશે તે સવાલ પૂછી લેનારી વાત છે !!


એવું પણ નથી કે રાજકોટમાં ઈંડા-નોનવેજની રેંકડી-દુકાન શરૂ કરવા માટે લાયસન્સ માટે અરજી કરવામાં આવી ન હોય પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે શાસકોની સ્પષ્ટ સુચના (આદેશ જ ગણવો પડે) છે કે શહેરમાં એક પણ ઈંડા-નોનવેજની લારી-દુકાનને લાયસન્સ ઈશ્યુ થવું જોઈએ નહીં. હવે શાસકોની આટલી ગંભીર સુચના હોય એટલે લાગુ શાખા લાયસન્સ મંજૂર કરવાની જ નથી ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે તંત્રએ લાયસન્સ આપ્યું જ નથી તો પછી શા માટે શેરીએ-ગલીએ કે રોડ-રસ્તા પર લારીઓ ઉભી રહેવા દેવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોમાં નોનવેજ રેસ્ટોરન્ટ ચાલવા દેવાઈ રહ્યા છે ? જાણવા તો એવું પણ મળ્યું છે કે લાયસન્સ માટે અનેક અરજીઓ આવેલી છે પરંતુ એક પણ મંજૂર કરાયું નથી.


હવે મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ દિશામાં ગંભીર' બનીને કામ લેવું અત્યંત જરૂરી બની જાય છે નહીંતર શહેરમાં ઠેર-ઠેરઈંડાબજાર’ ઉભી થઈ જશે અને ભદ્ર સમાજ દિવસેને દિવસે અહીંથી પસાર થવા માટે સંકુચિતતા અનુભવવા લાગશે એ દિવસો દૂર નથી !! મહાપાલિકા ધારે તો કાર્યવાહી કરવા માટે તેની પાસે ફૌજ છે પરંતુ તેના માટે `દાનત’ની એકદમ આવશ્યક્તા રહેશે તો જ ગેરકાયદેસર ધમધમતું આ દૂષણ ડામી શકાશે.

ક્યારેક પદાધિકારીઓ કે અધિકારીઓ ઈંડા-નોનવેજની રેંકડીઓ પાસેથી પસાર થાય તો તેમને ખબર પડે કે હાલત કેટલી કફોડી થઈ ગઈ છે. હવે તંત્ર તૂટી પડશે તે વાત નક્કી છે પરંતુ માત્ર રેંકડી ઉપાડી લેવાની જગ્યાએ એકપણ ઈંડા-નોનવેજની રેંકડી મંજૂરી વગર ઉભી જ ન રહે તેવી કાર્યવાહી જરૂરી બની જાય છે.

મહાનગરપાલિકાના એક-બે અધિકારીઓની મિલિભગત આ દુષણને આપે છે પ્રોત્સાહન

જીવદયાપ્રેમી મિતલભાઇ ખેતાણીએ વોઇસ ઓફ ડે'ને આ ઝુંબેશ શરૂ કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યુ હતુ કે રાજકોટ મોટાભાગે શાકાહારી શહેર તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે કોઇપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ વગર ઠેક ઠેકાણે ઇંડા-નોનવેજની રેકડી-દુકાનો શરૂ થઇ જવી જરા પણ વ્યાજબી નથી. આ દુષણ પાછળ મહાપાલિકાના એક-બે અધિકારીઓની મીલીભગત જ જવાબદાર છે. આગામી સમયમાં જીવદયા પ્રેમીઓ દ્વારા પણવોઇસ ઓફ ડે’ સાથે ખભેખભો મીલાવી તંત્રનો કાન આમળવામાં આવશે.

લોકોએ શું ખાવું શું ન ખાવું તે તંત્રએ નક્કી ન કરવું જોઇએ: હાઈકોર્ટના આ નિવેદનનું ખોટું અર્થઘટન થયું’ને સૌ ફાવી ગયા!

થોડા સમય પહેલાં હાઈકોર્ટ સમક્ષ ખાણીપીણીને લઈને એક કેસ આવ્યો હતો જેનો ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે લોકોએ શું ખાવું, શું ન ખાવું તે નક્કી કરવાનો અધિકાર તંત્ર પાસે નથી. બસ, આ ચુકાદો આવતાં જ ઈંડા-નોનવેજના ધંધાર્થીઓએ તેનું ખોટું અર્થઘટન કરીને ધંધો ધમધોકાર કરી દીધો હતો. લોકોની ખાણીપીણીને તમે પસંદ ન કરો એવું હાઈકોર્ટે તંત્રને કહ્યું હતુ…બાકી, ગેરકાયદેસર ખડકાયેલી નોનવેજ-ઈંડાની રેંકડીઓને હટાવવી નહીં તેવું હાઈકોર્ટે ક્યારેય કહ્યું નથી અને કદાચ એ પ્રકારનો ચુકાદો આપશે પણ નહીં તે વાત નિશ્ચિત છે.

Share Article

Other Articles

Previous

મજૂરોએ સંભળાવી સુરંગની અંદર શું કરતાં હતા, કેવી રીતે દિવસો કાઢ્યા ? વાંચો

Next

રાજકોટને કુદરતે ૧૫ દિ’નું, સરકારે ત્રણ મહિનાનું પાણી આપી દીધું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હૃદય કંપાવી દે તેવી ઘટના..!! અમરેલીના સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા બાદ શણગારીને ફ્રિજમાં મૂકી દીધી, પછી પોતે ફાંસો ખાધો..!!
11 કલાક પહેલા
જિંદગીનો ભરોસો નહીં, મોતનો 100 ટકા ભરોસો… આ શબ્દો કહ્યાના થોડા જ કલાકમાં અકસ્માત થતાં ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું મોત!
11 કલાક પહેલા
બેટથી બોલરોને ડરાવનાર સેહવાગ હવે યમરાજ બનીને સામે આવ્યો, જાણો આ નવા લુક પાછળનું રહસ્ય ??
13 કલાક પહેલા
ભારતથી ન્યૂઝીલેન્ડ જતો સામાન હવે 100 ટકા કરમુક્ત
15 કલાક પહેલા
Categories

નેશનલ

3618 Posts

Related Posts

E20 પેટ્રોલને લઈને સરકારનો મોટો નિર્ણય: વાહનચાલકોની ચિંતા દૂર થશે કે નહીં?
નેશનલ
3 સપ્તાહs પહેલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ‘વેધર વોચ ગ્રૂપ’ની મહત્વની બેઠક યોજાઈ
ગુજરાત
2 મહિના પહેલા
રાજકોટ બનશે રામકોટ : પૂ.મોરારીબાપુની કથાનો રોજ ૧ લાખ લોકો લાભ લેશે
રાજકોટ
2 વર્ષ પહેલા
છેલ્લા મતદાનના દિવસે વડાપ્રધાન ક્યાં હશે ? શું કરશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર