રામ મંદિર ઊદઘાટનના દિવસે થશે એક મોટો રેકોર્ડ
અયોધ્યામાં 22 મી જાન્યુઆરીએ ભગવાન રામના મંદિરના ઊદઘાટન પહેલા એમનો પ્રસાદ એવા 62 કરોડ ભક્તો સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે જેમણે એક યા બીજી રીતે મંદિર માટે પોતાનો સહયોગ આપ્યો છે. આ માટે વિહીપના 45 સંગઠનના પ્રાંતના વિશેષ પદાધિકારી 4 થી નવેમ્બર શનિવારે અયોધ્યા પહોંચી જશે.
ત્યારબાદ 5 મી નવેમ્બર રવિવારે આ બધા પદાધિકારી પ્રસાદના રૂપમાં એક અક્ષત કળશ લઈને આયોધ્યાથી રવાના થઈ જશે પોતાના પ્રાંતોમાં પોહચાડી દેશે જ્યાં ભક્તોને પ્રસાદ આપશે. એવો કાર્યક્રમ છે કે આ પ્રકારે દેશના 5 લાખ ગામો સુધી પ્રસાદ જશે અને ઊદઘાટનના દિવસે પૂજા મારફત એમણે આયોધ્યાના કાર્યક્રમ સાથે જોડવામાં આવશે.
દરમિયાનમાં મંદિર ટ્રસ્ટ અને વિહિપ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે અયોધ્યા આવવાને બદલે પોતપોતાનાં ઘરોમાં જ પૂજા પાઠ કરવામાં આવે. સ્થાનિક મંદિરોમાં કાર્યક્રમ થવાના છે તેમાં હાજરી આપે.
વિહીપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બન્સલે એમ કહ્યું છે કે દેશના 62 કરોડ ભક્તો સુધી પ્રસાદ આપવાનો છે અને આ લોકોએ મંદિર માટે પોતાનો સહયોગ આપ્યો હતો. અક્ષત કળશના માધ્યમથી લોકોને પ્રસાદ આપવામાં આવશે.
