માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો ઉલ્લેખ
જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જગદિશે આપઘાત પૂર્વે સુસાઈડ નોટમાં લખેલી મળી હતી જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખ્યા હોય,આ ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકે સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના નામનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે
સુસાઈડ નોટમાં MLAના નામથી ખળભળાટ
સુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ સુસાઈડ નોટમાં ધારાસભ્ય સહિત 3 લોકો મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં લખેલું છે કે, ‘મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીમેદાર 3 વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઇ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું કાંસી ખાઇને જીવન ટૂંકાવું છું
મને બદનામ કરવાનો પ્રયાસ : વિમલ ચુડાસમા
આ ઘટના અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું, કે મારા માસીનો દિકરો છે. બે વર્ષથી કોઇ સંપર્કમાં નથી. મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શરદ પૂનમ હતી ત્યારે ભાઇનો ફોન આવ્યો હતો. તમારા ભાઇએ ફાંસી ખાઇને આપઘાત કર્યો છે. હિતેશ પરમાર મોટો ભાઈ છે તે પહેલો પહોચ્યો હતો. 8-9 જણા કાળા કલરની કારમાં મુકીને જતા રહ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી સીસીટીવી ફૂટેજમાં તપાસ કરી હતી. ડીવાયએસપી પણ મારી સાથે હતા. આપઘાત કર્યો હોય તો કોઈ બોડીને હાથ ન લગાવી શકે. આ ખરેખર શંકાસ્પદ છે. તપાસ ચાલુ છે. તેનો ફોન પણ હજુ ગાયબ છે. ગળા પર, વાંસા અને પગ પર નિશાન છે. હિતેશ તેના ભાઇને પણ મર્ડર થયુ હોય તેવી શંકા છે.
.