‘ ફ્રેન્ડઝ ‘ ટી વી શોના લોકપ્રિય સ્ટાર મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે નિધન
વિશ્વભરના કરોડો ચાહકો શોકમાં ગરકાવ
અમેરિકામાં ધૂમ મચાવનાર ટી વી.શો ‘ ફ્રેન્ડઝ ‘ માં ચેન્ડલર બિંગ નામે ભૂમિકા ભજવનાર લોકપ્રિય સ્ટાર મેથ્યુ પેરી નું 54 વર્ષની વયે લોસ એન્જેલસમાં મૃત્યુ થતાં વિશ્વભરના તેના કરોડો ચાહકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.મેથ્યુનો મૃતદેહ તેના નિવાસસ્થાને હોટ ટબમાંથી મળી આવ્યો હતો.
મેથ્યુ ડ્રગ એડિકટ હતો.અગાઉ ડ્રગના ઓવરડોઝને કારણે બે અઠવાડિયા સુધી કોમામાં રહ્યા બાદ તેને નવજીવન પ્રાપ્ત થયું હતું.નશા ની આદત માંથી મુક્ત થવા તેણે અનેક વખત હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.
કોમેડી શો ‘ ફ્રેન્ડઝ ‘ થકી તેણે વિશ્વમાં ભાગ્યે જ કોઈ કલાકાર ને મળે તેવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી.2004 માં એ શો નો છેલ્લો એપિસોડ અમેરિકામાં 5.20 કરોડ લોકોએ નિહાળ્યો હતો.આજે પણ ઓટિટી પ્લેટફોર્મસ પર કરોડો લોકો એ શો નિહાળે છે.