ઉપલેટાની ભાદર નદીમાં ડૂબી જવાથી મોટા બાપુ અને ભત્રીજાના મોત
ઉપલેટાની ભાદર નદીમાં ડૂબી જવાથી મોટા બાપુ અને ભત્રીજા બન્નેના મોત થયા હતા. પાટણવાવ રોડ પરભૂતડા દાદાના મંદિર પાસેની ભાદર નદીના ચેકડેમના પાણીમાં ભેંસો કાઢવા માટે ગયેલા પરેશ ઘેલાભાઈ રબારી (ઉવ 17)એક ભેંસને તે પાણીમાં ડૂબતી બચાવવા જતા પોતે પણ ડૂબવા લાગેલબનાવ વખતે તેના મોટા બાપુ ભુપતભાઈ રાણાભાઇ ભારાઈ (ઉવ૫૧) પણ ત્યાં હાજર હોય ભત્રીજાને બચાવવા નદીમાં ઝંપલાવતા બંનેના ડૂબીજવાના કારણે મોત નીપજ્યા હતા. આ બંનેને બચાવવા જતા રાણાભાઇના બીજા નંબરના પુત્ર નોંઘાભાઈનો દિકરો તથા સૌથી નાના દીકરા ઘેલાભાઈ પણ તેમને બચાવવા પડતા તેઓ કાકા – ભત્રીજા પણ ભાદર નદીના ચેક ડેમના ઊંડા પાણીમાં ડૂબવા લાગેલ પરંતુ આસપાસના લોકોએ દોડી આવી તે બંનેને બચાવી લીધા હતા.
