Iran-US Clash: સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો ભીષણ હુમલો, ઈરાનના એરપોર્ટ-રેલવે-પુલ ધ્વસ્ત: વૈશ્વિક ઊર્જા બજારમાં ખળભળાટ
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકન સેનાએ સતત છઠ્ઠા દિવસે ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. ગુરુવાર-શુક્રવારની રાત્રે દક્ષિણ ઈરાનના એરપોર્ટ, રેલવે જંકશન, પુલ અને કમ્યુનિકેશન ટાવરને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલામાં 2 લોકોના મોત અને 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે સવારે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. ઈરાને આને “આંતરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન” ગણાવીને પૂરો પ્રદેશ યુદ્ધની ઝપેટમાં આવી શકે તેવી ચેતવણી આપી છે.
અમેરિકાએ ક્યાં-ક્યાં કર્યા હુમલા?
ઈરાની સરકારી મીડિયા IRIB અને IRNAના જણાવ્યા મુજબ હુમલાઓ દક્ષિણ ઈરાનના મહત્વના સ્થળોએ કેન્દ્રિત હતા:
– ઈરાનશહર એરપોર્ટ: દક્ષિણપૂર્વીય શહેર ઈરાનશહરના એરપોર્ટ નજીક 3 જોરદાર વિસ્ફોટ થયા. એરપોર્ટ પર ઓછામાં ઓછી એક અમેરિકી મિસાઈલ પડી.
– બંદર અબ્બાસ રેલવે જંકશન: વ્યૂહાત્મક બંદર શહેરના રેલવે સ્ટેશન પર હુમલામાં 2 કર્મચારીઓ ઘાયલ થયા.
– હોર્મોઝગનના પુલ: હોર્મુઝ જળડમરુમધ્ય નજીક બંદર ખામીર પાસે 2 મહત્વના પુલને નિશાન બનાવાયા. હુમલામાં 2 લોકોના મોત અને 4 ઘાયલ. નુકસાન બાદ અનેક મુખ્ય માર્ગો બંધ.
– કમ્યુનિકેશન ટાવર: બંદર અબ્બાસમાં કમ્યુનિકેશન ટાવર પર હુમલાથી વીજ પુરવઠો ખોરવાયો અને અનેક લોકો ઘાયલ થયા.
– અન્ય વિસ્તારો: કેશમ ટાપુ, ચાબહાર, બુશેહર અને અહવાઝમાં પણ વિસ્ફોટો સંભળાયા.
આ પણ વાંચો: જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસી 61 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ
અમેરિકા શું કહે છે?
US Central Command (CENTCOM) એ જણાવ્યું કે આ હુમલાનો હેતુ ઈરાનની એવી લશ્કરી ક્ષમતાઓને નબળી પાડવાનો છે જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોને જોખમમાં મૂકવા માટે થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 દિવસ પહેલા જ કહ્યું હતું કે જો ઈરાન વાટાઘાટો નહીં કરે તો પાવર પ્લાન્ટ અને પુલ પણ નિશાન બનશે.
ઈરાનનો આરોપ અને ચેતવણી
ઈરાની સત્તાવાળાઓએ હુમલાઓને “અમેરિકી દુશ્મનનું આક્રમણ” ગણાવ્યા છે. તેમનો આરોપ છે કે અમેરિકા પરિવહન અને નાગરિક માળખાને નિશાન બનાવી રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ઈરાને ચેતવણી આપી છે કે આ સંઘર્ષ સમગ્ર પ્રદેશમાં ફેલાઈ શકે છે.
વૈશ્વિક અસર: હોર્મુઝ જળડમરુમધ્યનું જોખમ
હુમલા થયેલા તમામ વિસ્તારો પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટની નજીક છે. વિશ્વના લગભગ 20% તેલનો વેપાર આ જળમાર્ગથી થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે જો તણાવ વધશે તો વૈશ્વિક ઉર્જા પુરવઠા અને ક્રૂડના ભાવ પર સીધી અસર પડશે. આંતરાષ્ટ્રીય બજારમાં પહેલેથી જ ખળભળાટ શરૂ થઈ ગયો છે.
સત 6 દિવસના હુમલા બાદ હવે આ યુદ્ધ માત્ર લશ્કરી ઠેકાણા સુધી સીમિત નથી રહ્યું. રેલવે, એરપોર્ટ અને પુલ જેવા નાગરિક માળખાને નિશાન બનાવવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે. ટ્રમ્પના આજના સંબોધન અને ઈરાનના આગામી પગલા પર હવે આખી દુનિયાની નજર છે.
